રીલ્સના ચક્કરમાં જીવ સટોસટનો ખેલ, એક ભૂલ થઈને 56 સેકન્ડ સુધી ટ્રેનની બારીએ લટકી રહ્યો, જુઓ વીડિયો


કાનપુર, 11 માર્ચ 2025: સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ચાલતી ટ્રેનની બારી પર લટકેલો જોવા મળે છે. આ ક્લિપને માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર @gharkekalesh નામના હેંડલ પરથી પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, રીલ માટે સ્ટંટ કરતી વખતે એક યુવાન ચાલતી ટ્રેનમાંથી પડતા પડતા બચ્યો. જો કે બાદમાં લોકોએ જેમ તેમ કરીને તેને બચાવી લીધો. જ્યારે આ મામલો વાયરલ થયો તો કાનપુર ઝોનના એડીજીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
1 મિનિટ સુધી ટ્રેનની બારી સાથે લટકતો રહ્યો
આ 1 મિનિટ 10 સેકન્ડના વીડિયોમાં યુવક 56 સેકન્ડ સુધી મુસાફરોને હાથ પકડીને ટ્રેન બહાર લટકતો રહ્યો. બાદમાં અચાનક ટ્રેન રોકાય છે. સ્વાભાવિક છે કે કોઈએ ચેન ખેંચી હશે. ટ્રેન રોકાય છે તો યુવક નીચે પડે છે અને ઈજાગ્રસ્ત થઈ જાય છે. થોડી વારમાં તે ઊભો થાય છે અને પાછો ટ્રેનમાં ચડી જાય છે. દાવો કરવામાં આવે છે કે આ ટ્રેન કાસગંજથી કાનપુર જઈ રહી હતી.
આ પોસ્ટને અત્યાર સુધીમાં 99 હજારથી વધારે વ્યૂઝ અને દોઢ હજારથી વધારે લાઈક્સ મળી ચુક્યા છે. સાથે જ કેટલાય યુઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક શખ્સે કહ્યું કે, શીટ યાર બચી ગયો. બીજાએ કોમેન્ટ કરી કે ભારતમાં કલાકારોની કોઈ કમી નથી. આ વીડિયો જોયા બાદ તમને શું લાગે છે, કોમેન્ટ કરી જણાવજો.
આ પણ વાંચો: રેલવે ટ્રેક પર એમ્બ્યુલન્સ ફસાઈ, તે જ સમયે અચાનક ટ્રેન આવી ગઈ, 100 મીટર સુધી ઢસડી