

આજે ભાઈ અને બહેનનો પ્રવિત્ર તહેવાર રક્ષાબંધન છે. આ તહેવારમાં દરેક બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે ત્યારે સુરત અને અમદાવાદ મહાનગર પાલિકાએ પણ બહેનોને રક્ષાબંધન નિમિત્તે ખાસ ભેટ આપી છે. આજે આજે સુરતમાં સિટીબસ-BRTS બસમાં બહેનો-બાળકોને નિશુલ્ક મુસાફરી કરી શકશે જેમાં બાળકોની ઉંમર મર્યાદા 15 વર્ષ સુધી રાખવામાં આવી છે. મહત્વનું છે કે સુરત શહેરમાં સિટીબસ-BRTS બસ મળીને 600થી વધુ બસ દોડી રહી છે.

10 વર્ષ સુધીના બાળકોને પણ ફ્રીમાં મુસાફરી
મહિલા સાથે 10 વર્ષની ઉમર સુધીના બાળકો માટે પણ ફ્રી મુસાફરીનો નિર્ણય લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ રક્ષાબંધનના પર્વ માટે અડધી ટિકિટની જાહેરાત કરાઈ હતી. જ્યારે અંતે AMC દ્વારા આ નિર્ણય બદલી રક્ષાબંધનના દિવસે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે.
108ના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી
આજે રક્ષાબંધન હોવાને લીધે બહેન ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જશે જેથી રોડ પર અવરજવર વધશે તેથી માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે જેથી કોઈ ઈમરજન્સી સર્જાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108ના કર્મીઓની રજા રદ્દ કરવામાં આવી છે.