ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“ચૂંટણી લડવાની ઉંમર 25થી ઘટાડીને…” AAP સાંસદે રાજ્યસભામાં કરી મોટી માંગ

Text To Speech

નવી દિલ્હી, 1 ઓગસ્ટ : આમ આદમ પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે ગુરુવારે કહ્યું કે આજે જે મુદ્દા પર હું બોલવા માંગુ છું તે મારા દિલની નજીક છે. રાજકારણમાં યુવાનોની ભાગીદારી પર બોલતા તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશની સરેરાશ ઉંમર માત્ર 29 વર્ષ છે. 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે. જયારે અડધી વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલઃ 50 મીટર શૂટિંગમાં મળ્યો બ્રોન્ઝ

” દેશને યુવા રાજકારણીઓની જરૂર “

શું આપણા નેતાઓ કે પ્રતિનિધિઓ આટલા યુવાન છે? તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પહેલી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે લોકસભામાં 26 ટકા લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના હતા. 17મા લોકસભામાં માત્ર 12 ટકા નેતાઓની ઉંમર 40 વર્ષથી ઓછી હતી. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “જેમ આપણો દેશ યુવાન બની રહ્યો છે, તે જ પ્રમાણમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ યુવાનોથી દૂર જઈ રહ્યા છે. આજે આપણા યુવા દેશને વૃદ્ધ રાજકારણીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે દેશને યુવા રાજકારણીઓની જરૂર છે.”

ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે

તેમણે કહ્યું કે આજે દેશમાં રાજકારણને ખરાબ વ્યવસાય માનવામાં આવે છે. માતા-પિતા ઇચ્છે છે કે તેમનો દીકરો એન્જિનિયર, ડૉક્ટર અને સાયન્ટિસ્ટ, ઓફિસર, સ્પોર્ટ્સપર્સન બને, પરંતુ કોઈ નથી ઈચ્છતું કે તેમનું બાળક રાજકારણી બને. તેમણે સૂચન કર્યું કે દેશમાં ચૂંટણી લડવાની ઉંમર 25 વર્ષ છે. પછી તે લોકસભા હોય કે વિધાનસભા. તમારા દ્વારા હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે ઉંમર 25 થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવે. જો 21 વર્ષનો યુવક ચૂંટણી લડવા માંગતો હોય તો તેને મંજૂરી મેળવી જોઈએ. જ્યારે દેશમાં 18 વર્ષનો યુવક સરકાર પસંદ કરી શકે છે તો 21 વર્ષની ઉંમરે ચૂંટણી કેમ ન લડી શકે.

આ પણ વાંચો : 5 જગ્યાએ વાદળ ફાટ્યાં… મકાનો, પુલ, રસ્તાઓ ધોવાયા, 50 લોકો લાપતા, તસવીરોમાં જૂઓ હિમાચલની તબાહી

Back to top button