ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Redmi Note 13 સિરીઝની ભારતમાં કિંમત કેટલી?

Text To Speech

1 જાન્યુઆરી,2024 :Redmi નવા વર્ષના પહેલા અઠવાડિયામાં જ તેની નવી સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની 4 જાન્યુઆરીએ Redmi Note 13 સિરીઝ લોન્ચ કરશે. આ અંતર્ગત 3 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે જેમાં Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro Plus સામેલ છે. ત્રણેય સ્માર્ટફોનની કિંમતો તેમના લોન્ચ પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. જાણો આ સિરીઝ ભારતમાં કેટલી કિંમતે લોન્ચ થશે.

Redmi Note 13 સિરીઝની કિંમત

કંપની Redmi Note 13 5G ને 3 સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરશે જે 6/128GB, 8/2568GB અને 12/256GB છે. આ સ્માર્ટફોનની કિંમત અનુક્રમે 20,999 રૂપિયા, 22,999 રૂપિયા અને 24,999 રૂપિયા હશે. કંપનીએ Redmi Note 13 Pro 5Gને 3 સ્ટોરેજ વિકલ્પોમાં લૉન્ચ કર્યો જે 8/128GB, 8/256GB અને 12/256GB છે. ફોનની કિંમત અનુક્રમે 28,999 રૂપિયા, 30,999 રૂપિયા અને 32,999 રૂપિયા હશે.

Redmi Note 13 Pro Plus 5G વિશે વાત કરીએ તો, કંપની તેને 3 સ્ટોરેજ વિકલ્પોમાં પણ લોન્ચ કરશે જે 8/256GB, 12/256GB અને 12/512GB છે. મોબાઈલની કિંમત અનુક્રમે રૂ. 33,999, રૂ. 35,999 અને રૂ. 37,999 હશે.

સ્પેસિફિકેશન

Redmi Note 13 5Gમાં 120hz ના રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે મળશે. મોબાઇલ ફોનમાં Mali-G57 MC2 GPU સાથે MediaTek Dimensity 6080 પ્રોસેસર ઉપલબ્ધ હશે. ફોટોગ્રાફી માટે ફોનમાં 108+8+2MP કેમેરા મળી શકે છે. કંપની Redmi Note 13 Pro 5G માં Snapdragon 7th Gen 2 SOC ને સપોર્ટ કરી શકે છે. જ્યારે પ્રો પ્લસમાં તમે Mediatek Dimensity 7200 Ultraનો સપોર્ટ મેળવી શકો છો.

Back to top button