વિવાદિત ભીંતચિત્રોથી લાલઘુમ થયેલા ભક્તે ચિત્ર પર કાળી શ્યાહી લગાવી દીધી, પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો કલર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
વિવાદીત ભીંત ચિત્રો પર એક વ્યક્તિ દ્વારા કાળો રંગ કરાયો
સાળંગપુર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા વિવાદિત ભીંતચિત્રોને લઈને લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર લગાવ્યો હતો. આ સાથે જ હનુમાનજીના ભીંતચિત્રોને લાકડી વડે તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, કાળો રંગ કરનાર ભક્તની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા રંગ કરનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વ્યક્તિ કોણ છે અને તે ક્યાંથી આવ્યો છે આ પ્રકાનું કૃત્ય શા માટે કર્યું તે જાણવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. આ સાથે DYSP સહિતના પોલીસ અધિકારીઓ મંદિરે પહોંચ્યા છે.
લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન
સાળંગપુર મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરનૂ મૂર્તિ નીચે લગાવાયેલા હનુમાનજીના ભીંતચિંત્રને લઇને છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે.જેને પગલે સાળંગપુર મંદિરમાં પહેલેથી જ પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલી છે તેમ છતા આજે એક વ્યક્તિ અચાનક કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પાસે પહોંચી ગયો હતો અને તેને ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યો હતો એટલુ જ નહીં તેના પર લાકડીથી પ્રહાર પણ કર્યા હતા . ત્યારે લાકડીથી પ્રહાર કરતા ભીંતચિત્રોને નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.
ઘટનાનો વીડિયો આવ્યો સામે
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દ્વારા ભીંતચિંત્રો પર કાળો રંગ લગાવવામાં આવે છે અને તેના હાથમાં રહેલી છડી દ્વારા ભીંતચિત્રો પર પ્રહાર કરવામાં આવે છે. આ દરમિયાન ત્યાં પોલીસ પહોંચે છે અને તે શખ્સને અટકાવી દેવામાં આવે છે.
હુમલાની ઘટનાને લઈને કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો
હુમલાની ઘટનાને લઈને મંદિર પ્રશાસન દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસને ગોઠવવામાં આવી છે.
- અમારા ફેસબુક પેજને ફોલો કરવા માટે લિંક પર કરો ક્લિક– https://www.facebook.com/humdekhengenewsofficial
- સીધા તમારા વોટ્સએપ પર સમાચાર મેળવવા માટે આપેલી લિંક પર કરો ક્લિક– https://chat.whatsapp.com/CyPtEm9NFqD78Jxgyppzxj
- અમારા એપને ડાઉનલોડ કરી મેળવો દેશ-દુનિયા અને રાજ્યના તમામ સમાચાર – Android- https://play.google.com/store/apps/details?id=com.humdekhenge.hdnews IOS: IOS: https://apps.apple.com/in/app/hum-dekhenge/id1621833708
આ પણ વાંચો : તાલાલામાં સામાન્ય બાબતે ખૂની ખેલ, દુકાનેથી પૂછ્યા વિના બીડી લેતા યુવાનનું ઢીમ ઢાળી દીધું