ગુજરાતના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ
- પોરબંદરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું
- દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો
- આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે
ગુજરાતના હવામાન વિભાગે વરસાદનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારેથી મધ્યમ તેમજ છુટા છવાયા વરસાદની આગાહી છે. તેમાં અમરેલી, ગીર, સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેમજ પાટણ, જામનગર, રાજકોટ તથા ભાવનગર, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.
આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે
આજે કચ્છ અને સૌરાષ્ટ્રને મેઘરાજા ધમરોળશે. તેમજ આજે સમગ્ર કચ્છ અને દ્વારકામાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તથા હવામાન વિભાગની આગાહી છે કે અમરેલી,રાજકોટ ,ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર સહિત અતિભારે વરસાદ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ સાથે ભારે વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનુ યલો એલર્ટ છે. તથા શિયર ઝોન, સાયકલોનિક સરકુયુલેશન, ઓફ શૉર ટ્રફ ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
19 જુલાઇના રોજ પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી
બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં હળવા વરસાદની આગાહી છે. પોરબંદરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. પોરબંદરમાં શહેરમાં ગુરુવારના રોજ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેરમાં જળ તાંડવ જોવા મળ્યું હતું ધોધમાર વરસાદ વરસ્તા 20 થી 25 વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ તો અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો છે. 19 જુલાઇના રોજ પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.