ગુજરાતના આ શહેરોમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી
- દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી
- સુરતમાં આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે
- ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ
ગુજરાતના વિવિધ શહેરોમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા છે. તેમજ જુનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં યલો એલર્ટ સાથે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે.
સુરતમાં આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે
સુરતમાં સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજીતરફ સતત પડી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે સુરતમાં બુધવારે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લાની તમામ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં 24 જુલાઇના રોજ ભારે વરસાદની આગાહી હોવાને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાં રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કેટલાક સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે. તથા દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સુરત, નવસારી, વલસાડ, દમણ તથા પોરબંદર, જુનાગઢ, દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ તથા બોટાદ, ભાવનગર, અમરેલી તથા કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે .તેમજ છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.