ગુજરાતટોપ ન્યૂઝ

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદનું રેડ એલર્ટ

  • રેડ એલર્ટ જાહેર કરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો
  • વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદી આગાહી
  • મોરબી, જૂનાગઢ, રાજકોટમાં વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદી આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ

ઉલ્લેખનીય છે કે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ મોરબી, જૂનાગઢ, રાજકોટમાં વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાકની વચ્ચે નોંધાશે.

વાવાઝોડુ લેન્ડફોલ થયા બાદ ગુજરાતને અત્યંત ભારે વરસાદથી ઘમરોળશે

વાવાઝોડુ લેન્ડફોલ થયા બાદ ગુજરાતને અત્યંત ભારે વરસાદથી ઘમરોળશે. ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મડરાઈ રહ્યું છે. વાવાઝોડાની સ્થિતિને જોતા ગુજરાતના વિવિધ મંદિરો દ્વારા ભક્તોને 16 જૂન સુધી મંદિરે ન આવવાની અપીલ કરવામાં આવી રહી છે. ભક્તોને સોશિયલ મીડિયા અને મંદિરોની વેબસાઇટથી દર્શન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ બિપોરજોય વાવાઝોડાની કચ્છના કાંઠે ટકરાવવાની સંભાવનાને પગલે તંત્ર સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ અસરગ્રસ્ત લોકોની મદદ કરવા આગોતરી તૈયારી કરી રહી છે. ગુજરાતના વિવિધ મંદિરોમાં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. અસગ્રસ્ત લોકો માટે મંદિરોમાં ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

Back to top button