ગુજરાત વિધાનસભામાં કોંગ્રસ પક્ષના હોદ્દેદારોની કરાઇ વરણી, જાણો કોને ક્યું પદ સોપાયું
કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી.જે.ચાવડા અને ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા અને ઇમરાન ખેડાવાલા ની વરણી કરવામાં આવી છે. જ્યારે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ અને તુષાર ચૌધરીની પ્રવક્તા તરિકે વરણી કરવામા આવી છે.
કોંગ્રેસ પક્ષમાં વિવિધ પદ માટેની નિમણૂક
કોંગ્રેસ પક્ષે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો.સી.જે.ચાવડા અને ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની કરાઈ વરણી કરવામાં આવી છે. જ્યારે દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચીની તરિકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ગેનીબેન ઠાકોર જિગ્નેશ મેવાણી અનંત પટેલ અને તુષાર ચૌધરીને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા 17 ધારાસભ્ય પૈકી 10 ધારાસભ્યોને મુખ્ય જવાબદારી સોંપાઈ છે.
આ પણ વાંચો : હવે ધો.1થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત, વિધાનસભામાં લવાશે બિલ