સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની 3342 અને ડ્રાઈવરની 4062 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કુલ 7404 જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે લાયકાત ધોરણ 12 પાસ જરૂરી છે.
ST નિગમમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી
તમને જણાવી દઈએ કે આ અરજી કરવાની વિગતવાર સૂચના ST નિગમની સત્તાવાર વેબસાઇટ તેમજ OJAS ની વેબસાઇટ પર આપેલી છે.ઉમેદવારે અરજી કરતાં પહેલા તમામ વિગતો બરાબર વાંચી લેવી જોઈએ. અને ઓનલાઈન અરજી કરવાની તમામ પ્રક્રિયા તેમજ લાયકાત અને વિવિધ ફોર્મના નમુનાઓ પણ ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી સરકારી નોકરી માટે સ્પર્ઘાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ સુર્વર્ણ તક છે.
ST નિગમે બહાર પાડેલી ભરતીમાં પોસ્ટની વિગતો
કંડકટરની પોસ્ટ માટે જગ્યા : 3342
ડ્રાઈવરનીની પોસ્ટ માટે જગ્યા :4062
આ પણ વાંચો : BREAKING NEWS : રાહુલ ગાંધીની સંસદમાં ઘર વાપસી, લોકસભા સચિવાલયે બહાર પાડ્યું જાહેરનામું
પોસ્ટની શૈક્ષણિક લાયકાત
ડ્રાઇવર : GSRTCની ડ્રાઇવરની ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ. ઉપરાંત તેની પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા પ્રમાણિત પબ્લિક વ્હિકલ ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ. હેવી વ્હિકલ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ.તેમજ વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ હોવી જોઈએ. પગાર ધોરણની વાત કરવામા આવે તો ડ્રાઇવર માટે રૂપિયા 18,500/- રહેશે.
કંડક્ટર : GSRTCની કંડકટરની ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માંગતા ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. ઉપરાંત તેની પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા પ્રમાણિત કંડકટરનું લાયસન્સ તથા બેઝ હોવો જોઇએ. ઉમેદવાર પાસે ફર્સ્ટ એઇડ સર્ટિ હોવો જોઈએ.તેમજ વય મર્યાદા : 18 થી 33 + 1 = 34 વર્ષ હોવી જોઈએ. કંડક્ટરની પોસ્ટ માટે પગાર ધોરણ રૂપિયા 18,500/- રહેશે.
જાણો ક્યારથી કરી શકશો અરજી
આ ભરતી માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.07/08/2023 થી તા.06/09/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ અરજી પત્રકની ફી સ્વીકારવાનો સમયગાળો તા.07/08/2023થી તા.08/09/2023નો રહેશે છે.
આ પણ વાંચો : ક્રિકેટર સરફરાઝ ખાને કાશ્મીરી યુવતી સાથે ગુપચુપ લગ્ન કર્યા, જાણો કોણ છે તેમની પત્ની અને શું છે લવ સ્ટોરી