ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, કૃષિ વિભાગે જાહેર કરી વિગતો

રાજ્યમાં કૃષિ ઉત્પાદનના ઈતિહાસમાં પ્રથમવાર રેકોર્ડબ્રેક કપાસનું ઉત્પાદન થયું છે. કૃષિ ઉત્પાદનના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં કપાસનું ઉત્પાદન રેકોર્ડબ્રેક એક કરોડ ગાંસડીને પાર (1.00,00,077 ગાંસડી)એ એટલે કે 170 કરોડ કિલોથી વધારે પહોંચ્યુ છે. આજે સરકારના કૃષિ વિભાગ દ્વારા જારી અંતિમ અંદાજમાં આ વિગતો જાહેર કરવામા આવી છે.

રાજ્યમાં કપાસનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું 

ગુજરાતના કૃષિ ઉત્પાદનના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં કપાસનું ઉત્પાદન રેકોર્ડબ્રેક એક કરોડ ગાંસડીને પાર (1.00,00,077 ગાંસડી)એ એટલે કે 170 કરોડ કિલોથી વધારે પહોંચ્યાનું આજે સરકારના કૃષિ વિભાગ દ્વારા જારી અંતિમ અંદાજમાં જાહેર કરાયું છે.આ કૃષિ ઉત્પાદનના આખરી અંદાજ મૂજબ રાજ્યમાં ઈ.સ.2022-23 ના વર્ષમાં 25.49 લાખ હેક્ટરમાં કપાસનો પાક લેવાયો હતો , જેમાં પ્રતિ કિલોએ 667 કિલોગ્રામની ઉપજ મળવા સાથે ઉત્પાદનનો નવો વિક્રમ સર્જાયો છે. મહત્વનું છે કે કપાસમાંથી કપાસિયા તેલ , પશુઓ માટે કપાસિયા ખોળ, કપાસના રુમાંથી કાપડ જેવી વિવિધ વસ્તુઓ બને છે. જેથી આ કૃષિ ઉત્પાદનની અર્થતંત્ર ઉપર વ્યાપક અસરો હોય છે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ સૌરાષ્ટ્રમાં કપાસનું સર્વાધિક ઉત્પાદન થતું હોય ત્યાં આ કામ કરવા  જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કાપડ મંત્રી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ વખતે રાજકોટ આવ્યા હતા, આ દરમિયાના તેમણે કેન્દ્ર સરકાર જ્યાં જે કૃષિ ઉત્પાદન થાય છે ત્યાં તેની ફાઈનલ પ્રોડક્ટ બને તેના પર ભાર મુકે છે અને આ રીતે સૌરાષ્ટ્રમાં કપાસનું સર્વાધિક ઉત્પાદન થતું હોય ત્યાં જ ફેશન ડિઝાઈન અને કપડાંનું ઉત્પાદન અને નિકાસ થાય તે માટે પગલા લેવાશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ આ દિશામાં નક્કર કાર્યવાહી થઈ નથી.

રાજ્યમાં કપાસનું ઉત્પાદન -humdekhengenews

આ પણ વાંચો : તહેવારો નજીક આવતા સિંગતેલના ભાવમાં ભડકો, જાણો હવે ડબ્બો કેટલામાં પડશે ?

તા. 7-8-2023 સુધીમાં 26,76,108 હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર

ગુજરાતમાં સરેરાશ 23.69 લાખ હેક્ટર જમીન કપાસ વાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. ત્યારે ગત વર્ષે 25.49 લાખ હેક્ટર જમીન ઉપયોગમાં લેવાઈ હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે તો તેનાથી પણ વધુ ઉપયોગમાં લેવાઈ છે. તા. 7-8-2023 સુધીમાં 26,76,108 હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર થયું છે. આ પાક હવે બજારમાં આવશે અને તે કપાસના ઉત્પાદનનો ચાલુ વર્ષનો રેકોર્ડ પણ તૂટે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કપાસનું  ઉત્પાદન થયું

ગુજરાતમાં આ ચોમાસામાં રેકોર્ડબ્રેક 26.76 લાખ હેક્ટર પૈકી 19.11 લાખ હેક્ટર માત્ર સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થયું છે અને તેમાં પણ ખાસ કરીને કપાસ ઉત્પાદનના હબ બનેલા સુરેન્દ્રનગર જિલ્લામાં 392500 અને અમરેલી જિલ્લામાં 364700 હેક્ટરમાં કપાસનું ઉત્પાદન થયું છે.

જાણો ચાલુ વર્ષનો કપાસનો ભાવ 

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા કપાસનુ વાવેતર ઘટવા સાથે ઉત્પાદન ઘટતા કપાસના ભાવ ગુજરાતમાં રેકોર્ડ પ્રતિ મણ રૂ।. 2800એ પહોંચ્યા હતા જે ચાલુ વર્ષે રૂ।. 1400 થી 1500 છે અને તે પણ સરકારના પોષણક્ષમ ભાવ કરતા વધારે છે.

આ પણ વાંચો : AAPના MLA ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, જાણો કોને આપશે ટક્કર ?

Back to top button