ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક
- માર્કેટિંગ યાર્ડ આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે
- સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા
- માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગ્યા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક 15000 ગુણીની આવક થતાં નવી આવક માટે રોક લગાવાઇ છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે, જેમાં આ વખતે ડુંગળીએ નવો રેકોર્ડ સર્જી દીધો છે.
સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા
માત્ર એક જ દિવસમાં એકીસાથે 15,000 થી વધુ રેકોર્ડબ્રેક ડુંગળીની ગુણીની આવક થતાં યાર્ડ હાઉસફુલ થયું છે, અને નવી આવક માટે રોક લગાવવામાં આવી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસોના ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા છે, અને પોતાની જુદી જુદી જણસોને વેચાણ અર્થે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે.
માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગ્યા
મગફળી અને કપાસની નવી આવક થયા બાદ હવે આ વખતે ડુંગળીનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ હાપા માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો 225થી વધુ વાહનોમાં ડુંગળી લઈને આવી પહોંચ્યા હતા, અને લાંબી કતાર લગાવી હતી.
આ પણ વાંચો: અમદવાદમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ફરાવવાનો પ્લાન નિષ્ફળ, 6ની ધરપકડ