ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસ

મહાશિવરાત્રીએ સુરતની સુમુલ ડેરીના દૂધનું રેકોર્ડબ્રેક વેચાણઃ મહાદેવ ભી ખુશ, પશુપાલકો પણ ખુશ

Text To Speech

સુરત, 27 ફેબ્રુઆરી: 2025: સુરત સહિત સમગ્ર રાજ્યમાં મહાશિવરાત્રિની ઉજવણી રંગેચંગે થઈ હતી. આ વખતે મહાદેવનો આ તહેવાર સરતની સુમુલ ડેરીને ફળ્યો છે. મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં શિવજીને દૂધનો અભિષેકનું વિશેષ મહત્વ છે. શિવજીના અભિષેકથી અનંત ગણું ફળ મળે છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સુરત જિલ્લાની સુમુલ ડેરીમાં દૂધના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે. આ આંકડો ઓલટાઈમ હાઈ છે. જેનાં કારણે પશુપાલકો પણ ખુશ છે.

સામાન્ય રીતે શિવલિંગ ઉપર જળ, બીલીપત્ર, દૂધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, દૂધમાં કેટલીક વસ્તુઓ ભેળવીને તેને શિવલિંગને અર્પણ કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે. જો કે, શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંતુ શું તમને ખબર છે મહાશિવરાત્રિ પર્વ પર સુમુલ ડેરીમાં ઓલટાઈમ હાઈ 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું હતું. શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરાવની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી.

સામાન્ય દિવસોમાં સુમુલ ડેરી દ્વારા સરેરાશ 12 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. મહાશિવરાત્રિના દિવસે તેમાં 3.94 લાખ લિટરનો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો 2023માં 15.42 લાખ લિટર, 2024માં 15.70 લાખ લિટર અને 2025માં 15.94 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે. ગત શિવરાત્રી કરતા 4 લાખ લિટર વધુ દૂધ વેચાયું હતું. 4 લાખ વધીને ઓલટાઈમ હાઈ 16 લાખ લિટર વેચાણ થયું હતું. સુરત-તાપી જિલ્લાના પશુપાલકોને ચોક્કસ ફાયદો થયો છે. લસ્સી સરેરાશ 1000 લિટરની સામે અધધ 7500 લિટર વેચાઈ ગઈ છે.

આ પણ વાંચો…ગુજરાત: 2000 કરોડના GST કૌભાંડમાં 3 IAS સહિત કુલ 15 અધિકારીઓની સંડોવણી

Back to top button