ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં 136 સફાઈ કામદારોએ જીવ ગુમાવ્યા

Text To Speech
  • રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરતા ગેસ ગળતરથી બેનાં મોત
  • સૌથી વધુ તામિલનાડુમાં 218 સફાઈ કામદારોનાં મોત થયા
  • ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત

સફાઈ કામદારોના મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. છેલ્લા ત્રણ દાયકામાં 136 કામદારોએ જીવ ગુમાવ્યા છે. સફાઈ સાથે જોડાયેલા કર્મીઓને સાધનો ક્યારે પૂરા પડાશે, તે મહત્ત્વનો પ્રશ્ન છે. જેમાં રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરતા ગેસ ગળતરથી બેનાં મોત થયા છે.

સફાઈ કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે

છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે છે, અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈ કર્મી અંગે માનવ અધિકાર આયોગ કેમ કોઈ પગલાં ભરતું નથી. ગુજરાતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી પ્રથા હજુ પણ યથાવત્ છે. તેમ જણાવી ગુજરાત કોંગ્રેસે માગણી કરી છે કે, અમાનવીય પ્રથાને સ્થાનિક કોર્પોરેશન- નગરપાલિકામાં સદંતર બંધ કરવી જોઈએ અને સફાઈ સાથે જોડાયેલા કામદારોને સુરક્ષા ગિયર અને સાધનો પૂરા પાડવા જોઈએ.

સૌથી વધુ તામિલનાડુમાં 218 સફાઈ કામદારોનાં મોત થયા

છેલ્લા ત્રણ દાયકામાં ગુજરાતમાં ગટર સફાઈમાં 136 કામદારોનાં મોત થયા છે, સૌથી વધુ તામિલનાડુમાં 218, ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 અને મહારાષ્ટ્રમાં 41 સફાઈ કામદારનાં મોત થયા છે. ગુજરાતમાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા સાફ કરવા ઉતરેલા સફાઈ કર્મીના મૃત્યુના કેસ સતત સામે આવી રહ્યા છે, ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમર ગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરતા ગેસ ગળતરથી બેનાં મોત થયા છે.

Back to top button