ટોપ ન્યૂઝનેશનલ

દેશમાં ફરી કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, એક્ટિવ કેસનો આંકડો 23 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકનો રિપોર્ટ

Text To Speech
  • એક જ દિવસમાં દૈનિક કેસોમાં 46% નો વધારો નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં  કોરોનાના 4435 નવા કેસ નોંધાયા
  • સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 23091 થઈ

દેશમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક જ દિવસમાં દૈનિક કેસોમાં 46% નો વધારો નોંધાયો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4435 નવા કેસ નોંધાયા છે, જ્યારે મંગળવારે 3038 કેસ નોંધાયા છે. હવે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 23091 થઈ ગઈ છે. દૈનિક ચેપ દર વધીને 3.38 ટકા થયો છે.

એક જ દિવસમાં 4400 થી વધુ કોરોના કેસ

દેશમાં એક જ દિવસમાં 4400 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સિવાય એક દિવસમાં 15 મોત પણ નોંધાયા છે.આટલી મોટી સંખ્યામાં આવેલા કોરોના દર્દીઓ આવતા દેશમાં ફરી એક વાર કોરોનાનું સંકટ દેખાઈ રહ્યું છે. આંકડાઓ અનુસાર, હવે દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 23091 થઈ ગઈ છે.

કોરોના અપડેટ-humdekhengenews

24 કલાકમાં કોરોનાના કારણે 15ના મોત

આ ઉપરાંત 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કારણે 15 મોત પણ નોંધાયા છે. આમાં મહારાષ્ટ્રમાં ચાર મોત થયા છે. આ સિવાય છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી, રાજસ્થાનમાં એક-એકનું મોત થયું છે. તે જ સમયે, કેરળમાં કોરોનાના કારણે ચાર મૃત્યુનો આંકડો ઉમેરવામાં આવ્યો છે.

પાંચ મહિનામાં સૌથી વધુ દૈનિક દર્દીઓ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિના (લગભગ 163 દિવસ) બાદ દરરોજના દર્દીઓની સૌથી વધુ સંખ્યા સામે આવી છે. અગાઉ 25 સપ્ટેમ્બરે 4777 કોરોના દર્દીઓ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હવે દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4.47 કરોડને વટાવી ગઈ છે. ત્યારે કોરોનાને કારણે 530916 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ના નફામા સતત ત્રીજા વર્ષે આટલો ઘટાડો !

Back to top button