ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એપ્રિલમાં GSTની રેકોર્ડબ્રેક આવક, આંકડો 2.10 લાખ કરોડ રૂપિયાને પાર

Text To Speech

નવી દિલ્હી, 01 મે 2024: એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. બુધવારે નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ 2024માં 2.10 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ઉપરાંત, આ પહેલીવાર છે જ્યારે GST કલેક્શન બે લાખ કરોડના આંકડાને વટાવી ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કલેક્શનન અંગેની માહિતી X પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી હતી. તેમાં લખ્યું કે, GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12.4%નો વધારો થયો છે. રિફંડ પછી ચોખ્ખી GST આવક રૂ. 1.92 લાખ કરોડ છે. વાર્ષિક ધોરણે 17.1%નો વધારો થયો છે.

એપ્રિલ 2024 રાજ્યવાર GST કલેક્શન

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 37,671 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. બીજી તરફ, કર્ણાટકમાંથી રૂ. 15,978 કરોડ, ગુજરાતમાંથી રૂ. 13,301 કરોડ, ઉત્તર પ્રદેશમાંથી રૂ. 12,290 કરોડ, તમિલનાડુમાંથી રૂ. 12,210 કરોડ, હરિયાણામાંથી રૂ. 12,168 કરોડ, દિલ્હીમાંથી રૂ. 7,772 કરોડ, પશ્ચિમ બંગાળમાંથી રૂ. 7,293 કરોડ, તેલંગાણામાંથી રૂ. 6,236 કરોડ, ઓડિશામાંથી રૂ. 5,902 કરોડ, રાજસ્થાનમાંથી રૂ. 5,558 કરોડ, ઉત્તર પ્રદેશમાંથી રૂ. 4,850 કરોડ, આંધ્રપ્રદેશમાંથી રૂ. 4,728 કરોડ, છત્તીસગઢમાંથી રૂ. 4,001 કરોડ અને ઝારખંડમાંથી રૂ. 3,829 કરોડ પ્રાપ્ત થયા છે.

GST કલેક્શનમાં વધારો થવા પાછળનું કારણ

પ્રેસ રિલીઝ પ્રમાણે GST સંગ્રહમાં વધારો થવા પાછળનું કારણ મજબૂત સ્થાનિક વેપારમાં થયેલો વધારો છે. જેમાં વાર્ષિક ધોરણે 13.4 %નો વધારો થયો છે. તેમજ વાર્ષિક ધોરણે આયાતોમાં 8.3%નો વધારો થયો છે. જીએસટીની આવકમાં કેન્દ્રીય કલેક્શન 43,846 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી કલેક્શન 53,538 કરોડ રૂપિયા અને IGST કલેક્શન રૂપિયા 99,623 કરોડ છે.

આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહીમ પણ પાર્ટી બનાવશે અને ચૂંટણી લડશે! હાઈકોર્ટમાં થઈ એવી માગ, જજ થયા ગુસ્સે

Back to top button