વર્ષ 2023-24માં રેકોર્ડ 16% વધુ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું, 53.67 લાખ લોકોએ પ્રથમ વખત ITR ફાઈલ કર્યું
31 જુલાઈ, 2023 સુધીમાં કુલ 6.77 કરોડ કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું છે. આવકવેરા વિભાગે આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું કે આકારણી વર્ષ 2023-24માં કુલ 6.77 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા જ્યારે 2022-23માં 31 જુલાઈ, 2022 સુધીમાં કુલ 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા. એટલે કે, આકારણી વર્ષ 2023-24માં આકારણી વર્ષ 2022-23ની સરખામણીમાં 16.1 ટકા વધુ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.
Income-tax Department appreciates taxpayers and tax professionals for making compliances in time, leading to a record surge in filing of Income-tax Returns (ITRs).
Here are some highlights:
👉More than 6.77 crore ITRs for AY 2023-24 filed till 31st July, 2023, 16.1% more than… pic.twitter.com/W7cG5ita8B— Income Tax India (@IncomeTaxIndia) August 1, 2023
આવકવેરા વિભાગે જણાવ્યું કે 31 જુલાઈ 2023ના રોજ એક જ દિવસમાં 64.33 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. વિભાગે જણાવ્યું હતું કે 53.67 લાખ આવા આવકવેરા રિટર્ન છે જે કરદાતાઓએ પ્રથમ વખત ફાઇલ કર્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટેક્સ બેઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ટેક્સ વિભાગે જણાવ્યું કે 6.77 કરોડ આવકવેરા રિટર્નમાંથી 49.18 ટકા અથવા 3.33 કરોડ કરદાતાઓએ ITR-1 ફોર્મ દ્વારા રિટર્ન ફાઈલ કર્યું છે. 81.12 લાખ અથવા 11.97 ટકા કરદાતાઓ છે જેમણે ITR-2 દ્વારા રિટર્ન ફાઈલ કર્યું છે. 75.40 લાખ અથવા 11.13 ટકા કરદાતાઓ છે જેમણે ITR-3 દ્વારા આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે. ITR-4 દ્વારા 1.81 કરોડ અથવા 26.77 ટકા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. 6.40 લાખ અથવા 0.94 ટકા કરદાતાઓ છે જેમણે ITR 5 થી 7 મારફતે રિટર્ન ફાઇલ કર્યું છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં કરદાતાઓએ તેમના વાર્ષિક માહિતી નિવેદન (AIS) અને કરદાતાઓની માહિતી નિવેદન (TIS) માં નાણાકીય વ્યવહારો જોઈને આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 5.63 કરોડ આઈટીઆર ઈ-વેરીફાઈ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે કરદાતાઓને આગામી 30 દિવસમાં ITR વેરિફાય કરવાની અપીલ કરી છે.
જેઓ ITR ફાઇલ કરી શક્યા નથી શું કરવું?
જે કરદાતાઓ 31 જુલાઈ 2023 સુધી ITR ફાઇલ કરી શક્યા નથી તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી વિલંબિત ITR ફાઇલ કરી શકે છે. પરંતુ તેમને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જેની કરપાત્ર આવક રૂ. 5 લાખથી ઓછી છે તેમને રૂ. 1,000નો દંડ ભરવો પડશે.