અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

લાલદરવાજા ટર્મિનસનું પુન:નિર્માણ; હેરીટેજનો કરાવશે અહેસાસ

Text To Speech

અમદાવાદ શહેરની શાન ગણાતા અને હાર્ટ સમાન લાલ બસ સેવા એટલે AMTS બસ સ્ટેશનનું આજરોજ સામવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ પ્રવસીઓ માટે ખુલ્લું મુકવામા આવ્યું છે. અંદાજે 2.25 લાખ AMTSના પ્રવાસીઓને નવા બસ સ્ટોપના લીધે ફાયદો થશે. ૭૬ વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપીને નવી રીતે લોકોમાં આપણી સંસ્કૃતિને જીવત રાખવાના તાત્પર્યથી તૈયાર કરવામા આવ્યું છે.

1411માં સ્થાપેલ અમદાવાદ શેહરને ભારતના પ્રથમ યુનેસ્કો વલ્ડ હેરીટેજ સીટી તરીકે જુલાઈ 2017માં જાહેર કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખી શેહેરના વારસા ની યાદ જાણવાઈ રહે તેથી લાલદરવાજા ટર્મિનલનું પુન: નિર્માણ હેરીટેજ દેખાવ દર્શાવે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:અમદાવાદની હોસ્પિટલમાં આગ, બે લોકોના મોત, ફાયરની ટીમ ઘટના સ્થળપર

આ કારણથી ઓછી લાગશે ગરમી

આ બસ સ્ટેશન 9 કરોડના ખર્ચે બનાવામાં આવેલ છે આ બસ ટર્મિનસમાં બહાર કરતા 5 ડિગ્રી ઓછી લાગે તેવી રીતે બનાવવામાં આવ્યું છે. બિલ્ડીંગના બાંધકામમાં રાજસ્થાનના ભરતપુરથી આવેલા ખાસ માર્બલ વાપરવામાં આવ્યો છે.જેને કારણે અંદર ગરમી ઓછી પડશે.

સ્ટેશનથી દિવસમાં આટલી બસ થશે પસાર

લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોટેશનનું મોટું હબ છે હાલ એએમટીએસ એ શહેરની જીવાદોરી ગણાય છે ત્યારે અમદાવાદીઓને આજે નવા AMTS બસ સ્ટેશનની ભેટ મળી છે. આ બસ સ્ટેશનમાં કુલ 0- 8 પ્લેટફોમ પર અલગ અલગ દિશાથી બસ પસાર થશે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 458 બસની અવરજવર થતી હોય છે.

આ બસ સ્ટેશન પર મળશે આ સુવિધાઓ 

આ બસ સ્ટેન્ડ પર સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા , કેશ કોઉન્તર, મિટિંગ હોલ, વેઈટિંગ રૂમ , સીસી વી કેમેરા, કમાન્ડ અને કન્ટ્રોલ રૂમ તેમજ પુબ્લિક ઇન્ફરર્મેશન સીસ્ટમ મુકવામાં આવેલ છે.

આ પણ વાંચો:અમદાવાદને IIM થી લઈ ટાગોર હોલ સુધીની વિવિધ ડિઝાઈન આપનાર બી.વી.દોશીનું નિધન

 

Back to top button