ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શરીરમાં અચાનક આવી રહેલા ફેરફારો ઓળખો, ન કરતા અવોઈડ

  • જો તમારા શરીરમાં કોઈ ફેરફાર જોવા મળે તો તેની અવગણના કર્યા વગર યોગ્ય લાઈફસ્ટાઈલની પસંદગી કરો અને ઉપચારની મદદથી તેને ઠીક કરો. તમે નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો

હેલ્ધી અને તંદુરસ્ત રહેવું કોણ ઈચ્છતું નથી, પરંતુ ઘણી વખત અનેક બીમારીઓ ધીમેથી શરીરમાં આવી જાય છે અને આપણને જાણ પણ થતી નથી. નિષ્ણાતો એવું કહેતા હોય છે કે શરીરમાં કોઈ પણ બીમારીના લક્ષણો તો અગાઉથી જ દેખાવા લાગતા હોય છે, પરંતુ તેની જાણ આપણને મોડી થાય છે અથવા તો આપણે તેને નજરઅંદાજ કરીએ છીએ. જો આપણે આવા લક્ષણોને ઓળખી લઈએ તો તે ગંભીર બીમારીનું રૂપ લેતા અટકી શકે છે. જો તમારા શરીરમાં કોઈ ફેરફાર જોવા મળે તો તેની અવગણના કર્યા વગર યોગ્ય લાઈફસ્ટાઈલની પસંદગી કરો અને ઉપચારની મદદથી તેને ઠીક કરો. તમે નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો.

શરીરમાં અચાનક આવી રહેલા ફેરફારોને ઓળખો, ન કરતા અવોઈડ hum dekhenge news

અચાનક વેઈટ લોસ

જો અચાનક તમારું વજન ઘટવા લાગે તો ચોક્કસપણે તે કોઈ આરોગ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે. હાઈપરથાયરોઈડ, ડાયાબિટીસ, ડિપ્રેશન, લિવર ડીસીઝ, કેન્સર કે કેટલીક અન્ય બીમારીઓના લીધે વજન ઘટી શકે છે. જો કોઈ ડાયેટ કે એક્સર્સાઈઝ વગર વજન ઘટવા લાગે તો ચોક્કસ કોઈ સમસ્યા હશે. ડોક્ટરની સલાહ લો.

વારંવાર તાવ

વારંવાર તાવ આવવાનો અર્થ છે કે તમારું શરીર ઈન્ફેક્શન સામે લડી રહ્યું છે. સતત ફીવરનું કારણ શરીરમાં કોઈ ઈન્ફેક્શન હોવાનું છે. તાવની સાથે ખાંસી, નબળાઈ લાગતી હોય તો ડોક્ટરને જરૂર બતાવો. સતત ત્રણ દિવસ કરતા વધુ તાવ આવે તો ડોક્ટરની સલાહ લો.

શ્વાસ લેવામાં તકલીફ

મેદસ્વીતા, ગરમી કે વધુ પડતી એક્સર્સાઈઝના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જો આ સિવાય શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો અસ્થમાં, બ્રોંકાઈટિસ, હાઈ બીપી, લંગમાં બ્લડ ક્લોટ કે હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા હોઈ શકે છે. આવા સંજોગોમાં ડોક્ટરી ચેકઅપ જરૂરી છે.

ડાઈજેશનમાં પરિવર્તન

જો તમારા શરીરમાં અચાનક કબજિયાત રહેવા લાગે અથવા તો તમને ડાયેરિયાની તકલીફ લાંબા સમય સુધી થાય તો પેટમાં ઈન્ફેક્શન હોઈ શકે છે. તે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, કોલન કેન્સરના કારણે હોઈ શકે છે.

વ્યવહારમાં બદલાવ

વિચારવા, સમજવા કે ફોકસ કરવામાં તકલીફ પડતી હોય કે પછી ખુદના વ્યવહારમાં બદલાવ અનુભવાતો હોય તો તે ઈન્ફેક્શન, ડિહાઈડ્રેશન, ખરાબ ન્યુટ્રિશન, મેન્ટલ હેલ્થના લક્ષણો હોઈ શકે છે.

થોડું જમ્યા બાદ પેટ ભરાયેલું લાગવું

જો તમને ભૂખ ન લાગતી હોય અને થોડું જમવાની સાથે પેટ ભરેલું લાગતું હોય, આ સાથે જ બ્લોટિંગ, ઉલ્ટી કે પછી બેચેની જેવું લાગતું હોય તો ચોક્કસ કોઈ સમસ્યા હોઈ શકે છે.

રોશનીથી પ્રોબલેમ

જો તમને રોશની કે ચમકતી લાઈટ સહન ન થતી હોય, તેનાથી કોઈ પ્રોબલેમ થઈ રહ્યો હોય તો તે માઈગ્રેનના લક્ષણો હોઈ શકે છે.

આ પણ વાંચોઃ હીટ સ્ટ્રોકના કારણે જોવા મળે છે શરીરમાં આ લક્ષણો, જાણો બચવાનાં ઉપાય

Back to top button