ગુજરાતમધ્ય ગુજરાત

નંબર પ્લેટ સાથે ચેડા કરનારની ખેર નહીં, ટ્રાફિક DCP સફિન હસને કર્યો નિર્ણય

Text To Speech

ટ્રાફિક નીયમનો ભંગ કરનાર વાહન ચાલક ઈ-મેમોથી બચવા માટે અનેક તરકીબો અજમાવતા હોય છે. ત્યારે આ વાત અધિકારીઓને ધ્યાને આવતા આ રીતે તરકીબો કરનાર પર ગુનો નોંધીને કઠોરમાં કઠોર કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પોલીસે વાહન ચાલકને ઝડપ્યો હતો. જેણે ઇ-મેમોથી બચવા બાઇકની નંબર પ્લેટને વાળી દીધી હતી.

આવા લોકો સામે ટ્રાફિક પોલિસે કરી લાલ આંખ

નોંધનીય છે કે, ઘણા લોકો આ રીતે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ઈ-મેમો તેમના ઘરે ના આવે તે માટે વાહનની નંબર પ્લેટને એક બાજુથી વાળી દેતા હોય છે. જેથી નિયમ ભંગ કરનાર વાહનચાલકના વાહનનો નંબર ટ્રાફિક કંટ્રોલ રૂમના બરાબર ના દેખાતા ઈ-મેમો ઈસ્યુ થઈ શકતા નથી. ત્યારે ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં આ બાબતની નોંધ લેવામાં આવી હતી. અને અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, આ પ્રકારે નંબર છુપાવવાની તરકીબો અજમાવતા બાઇક ચાલક સામે છેતરપિંડી તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળની કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવી રહ્યો છે.

શહેરના શાહીબાગ ખાતે ચેકિંગ કરાયુ

નંબર પ્લેટ સાથે ચેડાં કરતા વાહન ચાલકોને શોધવા ટ્રાફિક DCP પૂર્વ સફિન હસનના સ્કોડ દ્વારા શાહીબાગ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.  બાઇક , કાર જેવા વાહનો પૂરપાટ હાંકતા યુવાનો અને નિયમભંગ કરનારા લોકો ઇ મેમોથી બચવા વિવિધ યુક્તિ પ્રયુક્તિ અપનાવીને કેમેરામાં ન ઝડપાઈ જવાય તે માટે નંબર પ્લેટ વાળી દેવાથી માંડીને અડધી નંબર પ્લેટ પર કલર કરવા જેવા ઉપાયો કરતા હોય છે જોકે પોલીસ આવા ઇસમોને ઝડપીને વ્હિકલ એકટ હેઠળ કામગીરી કરી રહ્યા છે. તેમજ સરકારી દસ્તાવેજોમાં ચેડા કરવાનો ગુનો નોંધીને તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

85થી 90 ટકા લોકો મેમો નથી ભરતા

અત્યારસુધી જે લોકોને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ ઈ-મેમો મોકલવામાં આવ્યો છે તેમાંથી 85થી 90% લોકોએ ઈ-મેમોના રૂપિયા ભર્યા નહીં હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા ગુજરાત કેડરના IPS અધિકારીને મળ્યું એક્સટેન્શન

Back to top button