બિહારના છપરા બાદ હવે આ ગામમાં ઝેરી દારુ પિવાથી થયા 5 લોકોના મોત
ગતરોજને બિહારના છપરામાં નકલી દારુ પિવાથી 50થી પણ વધુ લોકોની મોત થઈ હોવાનું સામે આવ્યુ છે. જે બાદ તંત્ર દ્વારા આ મામલે અનેક જગ્યાઓ પર દરોડા પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જે બાદ પણ આજે બિહારના જ સીવાનમાં ઝેરી દારુ પીવાથી 5 લોકોના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
સીવાનમાં દારુ પિવાથી 5ના મોત
બિહારના છપરામાં ઝેરી દારુ પિવાથી લોકોના એક બાદ એક મૃત્યુ થયા છે. ત્યારે તેનો મૃત્યુઆંક 53 પર પહોંચી ગયો છે. બીજી તરફ પોલીસ અને પ્રશાસને આ મામલે બિહારના અનેક વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે છાપરા અને સારણમાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. જે બાદ આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 126 દારૂના વેપારીઓની અટકાયત કરી છે. સાથે જ 4000 લીટરથી વધુ ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિહાર લઠ્ઠાકાંડને લઈને સીએમ નીતિશ કુમારનું નિવેદન આવ્યુ સામે, કહ્યું જે દારૂ પીશે તે..
ઘટના બાદ તંત્ર હરકતમાં
બિહારના છપારામાં લોકોના મોત બાદ સીએમએ મોટું નિવેદન આપ્યું હતું. જે બાદ પણ ઘણો વિવાદ ઉભો થયો હતો. ત્યારે આજે બિહારના જ સીવાનમાં ઝેરી દારુ પીવાથી બીજા 5 લોકોના મોત થયાની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયુ છે અને અનેક જગ્યાઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.