મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ઈમેલ દ્વારા 10 લાખ ડોલર માંગ્યા
- 48 કલાકમાં 10 લાખ ડોલર આપો નહીં તો ટર્મિનલ 2ને ઉડાવી દઈશ : ઈમેલ મોકલનાર
- ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મળેલી ધમકીના સંદર્ભમાં પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
મુંબઈ,24 નવેમ્બર : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એ સમયે ખળભળાટ મચી ગયો જ્યારે મુંબઈ પોલીસને ઈમેલ દ્વારા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસે જણાવ્યું કે, “ગુરુવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઈમેલ મોકલનારએ મુંબઈ એરપોર્ટ પર બ્લાસ્ટ રોકવા માટે 48 કલાકની અંદર બિટકોઈનમાં 1 મિલિયન યુએસ ડોલર ($1 મિલિયન)ની માંગણી કરી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મળેલી ધમકીના સંદર્ભમાં પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Maharashtra | A threat mail to blow up Terminal 2 International Airport was received. The sender demanded $1 million in Bitcoin within 48 hours to avert the blast. Mumbai’s Sahar Police registered a case against an unknown person under sections 385 and 505 (1) (b) of the IPC and…
— ANI (@ANI) November 23, 2023
ઈ-મેલમાં આપવામાં આવેલી ધમકીમાં શું લખવામાં આવ્યું ?
મુંબઈ પોલીસે જણાવ્યું કે, “સહાર પોલીસે ઈ-મેલ આઈડી- [email protected] નો ઉપયોગ કરીને ધમકીભર્યો મેલ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મેઈલ ગુરુવારે સવારે 11 વાગ્યાની આસપાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં મોકલવામાં આવ્યો હતો. ધમકીભર્યા મેલમાં લખવામાં આવ્યું છે કે, “’વિષય: વિસ્ફોટ.” મેઈલનો ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે કે, “તમારા એરપોર્ટ માટે આ અંતિમ ચેતવણી છે. જો બિટકોઈનમાં એક મિલિયન ડોલર આપેલા સરનામા પર ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો, અમે 48 કલાકની અંદર ટર્મિનલ 2 પર બોમ્બ ધડાકા કરીશું. 24 કલાક પછી અમે બીજી ચેતવણી જારી કરીશું.
કઈ-કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો ?
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ભારતીય દંડ સંહિતાની કલમ 385 (વ્યક્તિને છેડતીના હેતુથી નુકસાન પહોંચાડવાના ડરમાં મૂકવો) અને 505 (1) (b) (જાહેરમાં ભય પેદા કરવા અથવા જાહેર શાંતિને નુકશાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવેલા નિવેદનો) હેઠળ અજાણ્યા વ્યક્તિ સામે કેસ કરવામાં આવ્યો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ જુઓ :દિલ્હી એરપોર્ટ પર જ્યુસના પેકમાંથી રૂ.2.24 કરોડનું સોનું જપ્ત કરાયું