શા માટે ભારતમાં વિદેશી રોકાણ ઘટી રહ્યું છે?

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરીઃ ભારતમાં સીધુ વિદેશી રોકાણ (એફડીઆિ) ઓક્ટોબર-ડિસેમ્બર 2024ના ક્વાર્ટરમાં 5.6 ટકા ઘટીને 10.9 અબજ ડોલર હતું. તેનું મુખ્ય કારણ આર્થિક અનિશ્ચિતતા માનવામાં આવે છે. પાછલા વર્ષે સમાન ગાળામાં આ રોકાણ 11.55 અજ ડોલરના સ્તરે હતું. જોકે સમગ્ર નાણાંકીય વર્ષ 2024-25 (એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન એફડીઆઇ પ્રવાહ 27 ટકા વધીને 40.67 અબજ ડોલર થયો છે, જે પાછલા વર્ષે સમાન ગાળામાં 32 અબજ ડોલર હતો. કુલ એફડીઆઇમાં કે જેમાં ઇક્વિટી રોકાણ, પુનઃરોકાણ અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે તે 21.3 ટકા વધીને 62.48 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો.
ક્યા દેશોમાંથી આવ્યુ રોકાણ
એપ્રિલથી ડિસેમ્બર 2024-25 દરમિયાન કુવ વિદેશી રોકાણમાં 27 ટકાનો વધારો નોંધાયો છે, જે 40.67 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ દરમિયાન સિંગાપુર, અમેરિકા, નેધરલેન્ડ અને યુએઇ જેવા દેશોમાં રોકાણ વધ્યુ પરંતુ મોરીશિયસ, જાપાન, યુકે અને જર્મનીથી રોકાણમાં ઘટાડો જોવામાં આવ્યો હતો. મુખ્ય ક્ષેત્રોની વાત કરીએ તો તેમાં સેવા, કોમ્પ્યુટર સોફ્ટવેર, ઓટોમોબાઇલ અને કેમિકલ સેકટરમાં રોકાણ વધ્યુ છે. દેશવાર આંકડા જોઇએ તો સિંગાપુરમાંત 12 અબજ ડોલર, અમેરિકાથી 3.73 અજ ડોલર, નેધરલેન્ડ, યુએઇ, સાયપ્રસમાંથી રોકાણ વધ્યુ અને મોરીશિયસ, જાપા, બ્રિટન અને જર્મનીથી થતા રોકાણમાં ઘટાડો થયો હતો.
ક્યા રાજ્યોમાં રોકાણ વધ્યુ
મહારાષ્ટ્ર એફડીઆઇ આકર્ષિત કરવામાં સૌથી આગળ રહ્યુ હતું. અહીં 16.65 અબજ ડોલરનું રોકાણ થયુ હતું. ત્યાર બાદ ગુજરાતમાં 5.56 અબજ ડોલર અને પછી કર્ણાટક 4.5 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યુ હતું.
રોકાણ ઘટવાનું કારણ શું
વિશેષજ્ઞોનું માનવું છે કે વૈશ્વિક મંદીની આશંકા, અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને કેટલાક દેશોની કડક નીતિઓને કારણે ભારતમાં એફડીઆઇ ઘટ્યુ છે. જોકે, સરકાર દ્વારા રોકામકારોને આકર્ષિત કરવા માટે સતત નીતિગત સુધારા કરવામાં આવ્યા છે, જેથી આગામી મહિનામાં રોકાણ આંકમાં વધારો જોવા મળી શકે છે.
આંકડાઓ શેનો નિર્દેશ આપે છે
આ ક્વાર્ટરમાં એફડીઆઇમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, એકંદર રોકાણ વધી રહ્યું છે. વિદેશી રોકાણકારો ભારતમાં, ખાસ કરીને ટેક અને સેવા ક્ષેત્રોમાં રસ ધરાવે છે. પરંતુ કેટલાક દેશોમાંથી રોકાણમાં ઘટાડો ચિંતાનો વિષય બની શકે છે. આગામી મહિનાઓમાં સરકારી નીતિઓ અને વૈશ્વિક પરિસ્થિતિઓ આમાં મોટા ફેરફારો લાવી શકે છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર:કેબિનેટ મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું,હત્યાકાંડના આરોપીઓ સાથે જોડાયેલું છે નામ