Realme Watch-3 ભારતમાં લોંચ, જાણો- ફીચર્સ અને કિંમત
Realmeએ ભારતીય બજારમાં તેની નવી સ્માર્ટ વોચ Realme Watch-3 લોન્ચ કરી છે. આ વોચની સાથે, Realme એ Realme Pad-X ટેબલેટ, Buds Air 3 Neo, Buds Wireless 2S, સ્માર્ટ કીબોર્ડ, સ્માર્ટ પેન્સિલ અને ફ્લેટ મોનિટર પણ લોન્ચ કર્યા છે.
Realme Watch-3 બ્લૂટૂથ કૉલિંગ ફિચર્સ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેની મદદથી તમેઆ વોચમાંથી કૉલ કરી શકશો. આ વોચમાં માઈક્રોફોન અને સ્પીકર આપવામાં આવ્યા છે. આ સાથે આ વોચમાં 1.8 ઈંચની મોટી TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. વોચની બ્રાઇટનેસ 500 nits છે. Realme Watch-3માં બ્લડ ઓક્સિજન સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Realme Watch-3ના સ્પેસિફિકેશન્સ
- Realme Watch-3 એ કંપનીની Watch 2 સ્માર્ટવોચનું અપગ્રેડેડ વર્ઝન છે.
- Realme Watch-3માં 1.8-ઇંચની ડિસ્પ્લે અને મોટી બેટરી છે.
- Realme Watch-3 હાર્ટ રેટ સેન્સર, SpO2 મોનિટર અને સ્લીપ મોનિટર માટે સપોર્ટ સાથે આવે છે, પરંતુ બ્લૂટૂથ કૉલિંગ ગ્રાહકો માટે શ્રેષ્ઠ સુવિધા તરીકે સપોર્ટેડ છે.
- કંપનીએ દાવો કર્યો છે કે Realme Watch-3 કોલ દરમિયાન સ્પષ્ટ ઓડિયો માટે AI નોઈઝ કેન્સલેશન અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
- Realme Watch-3 કેસિંગ પર વેક્યૂમ પ્લેટેડ રિફ્લેક્ટિવ મેટાલિક ફ્રેમનો ઉપયોગ કરે છે, જે તેને ઘણી મજબૂતી આપે છે.
- Realme Watch-3માં 110 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સને સપોર્ટ કરવામાં આવ્યો છે.
- Realme Watch-3માં 340mAh બેટરી આપવામાં આવી છે, જે એક અઠવાડિયા સુધી ચાલી શકે છે.
Realme Watch-3ની કિંમત
Realme Watch-3ની કિંમત 3,499 રૂપિયા છે, પરંતુ શરૂઆતમાં તેને 2,999 રૂપિયાની ઓફર કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેનું પ્રથમ વેચાણ 2જી ઓગસ્ટ 2022ના રોજ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ, એમેઝોન અને રિયાલમીના ઓનલાઈન સ્ટોર્સ પર શરૂ થશે.