Realme 12x 5G સ્માર્ટફોનનું સેલ આજે શરૂ થઈ ગયું, જાણો લલચાવનારા ફીચર્સ
- Realmeના આ ફોનમાં 5000mahની બેટરી છે
- 50+2 મેગાપિક્સલ નો કેમેરો ઓપ્શન
- પ્રારંભિક કીંમત 11,999 રૂપિયા
એચડી ન્યૂઝ, 10 એપ્રિલઃ Realme 12x 5G આ ફોનને 2 એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનમાં 5000mahની બેટરી અને 50MPનો કેમરા આપવામાં આવ્યો છે.આ ફોનનો આજે 10 એપ્રિલે લાઈવ સેલ થવાનો છે.જેમાં તમને આ ફોન ઘણી બધી ઓફરો સાથે ડીસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો મળશે.આવો તમને Realme 12x 5G ફોનના ફિચર્સ અને તેની કિંમત વિશે જણાવવાના છીએ.
Realme 12x 5Gના ફિચર્સ
ચિપસેટ અને OS: આ ફોનમાં પર્ફોમન્સ માટે 6nm ટેકનીક પર કામ કરતી મીડિયાટેક ડાયમેનસીટી 6100+ પ્રોસેસર જોડવામાં આવ્યું છે. જેને Mali- G57 MC2 GPUની સાથે જોડવામાં આવ્યું છે.આ ફોન વાત કરીએ તો Realme UI 5.0 આધારિતિ android 14 પર કામ કરે છે.
બેટરી: આ ફોનમાં દમદાર બેટરી બેકઅપ આપવામાં આવ્યું છે.આથી તમે આ ફોનને લાંબા સમયસુધી મલ્ટિપલ એપ્લિકેશન યુસેજ સાથે યુઝ કરી શકો છો. કંપનીએ 45WSUPERWOOC ચાર્જર સાથે ફોનમાં 5,000mahની બેટરી ફિટ કરી છે. આ શિવાય સિક્યોરિટી માટે સાઈડ માઈંડેડ ફિંગરપ્રિન્ટ સ્કૈનર અને ફેસ અનલોક ફિચર પણ આપવામાં આવ્યું છે.
કનેક્ટીવિટી: કંપનીએ ફોનમાં કનેક્ટીવિટી માટે WI-FI 5, BLUTOOH 5.3, હેડફોન જેક,જીપીએસ અને યુએસબી ટાઈપ સી પોર્ટ આપ્યો છે. આ શિવાય ઇમર્સિવ સાઉન્ડની ક્વોલિટી માટે ડ્યુઅલ સ્પીકર પણ આપવામાં આવ્યા છે.
કેમેરા: Realme 12x 5G માંતમને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનું સેંસર મળશે અને 50+2 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા મળશે.
આ શિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં 6.72 ઇંચની સ્ક્રીન આપાવામાં આવી છે જે FULLHD+(2400 X 1080 )પિક્સલ રિઝોલ્યુશન આપ્યું છે.જેમાં સ્ક્રીનની પિક્સેલ ડેનસિટી 391 PPI છે અને રિફ્રેશ રેટ 120 Hz છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 240 Hz અને 950નીટની પીક બ્રાઈટનેસ છે.
સ્ટોરેજ વેરિયન્ટમાં મળશે વિકલ્પ
આ ફોન તમને ત્રણ વેરિયન્ટમાં જોવા મળશે.જેમાં 4GB+128GB, 6GB+128GB, 8GB+128GBનો વિકલ્પ મળી રહેશે.
આ ફોનનું બેઝ વેરિયન્ટની કીંમત 11,999 રુપિયા, મિડ વેરિયન્ટની 13,499 અને ટોપ વેરિયન્ટની કીંમત 14,999 રુપિયા રાખવામાં આવેલી છે. આ ફોન વુડલેન્ડ ગ્રીન અને ટ્વીલાઈટ પર્પલ કલરમાં અવેલેબલ છે.
આ પણ વાંચો: મોમોસની દુકાન પર હેલ્પરનો પગાર સાંભળીને લોકો આશ્ચર્યમાં પડ્યા, કહ્યું-‘શું વોક-ઈન ઈન્ટરવ્યુ છે?’