ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

ફિલ્મી દૃશ્યો જેવી રીયલ ગેંગવૉરઃ જાણો ક્યાંની છે આ ઘટના?

  • ભાજપે ગેંગવૉરનો વીડિયો શેર કરીને તેને કોંગ્રેસનું કર્ણાટક મોડલ હોવાનું ગણાવ્યું 

કર્ણાટક, 25 મે: સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને કર્ણાટકમાં બદમાશોનું મનોબળ કેટલું ઊંચુ છે તેની કલ્પના કરવી બિલકુલ મુશ્કેલ નથી. રૂવાણા ઊભા કરી દેતો આ વીડિયો કોઈ ફિલ્મના શૂટિંગનો નથી પરંતુ કર્ણાટક ગેંગવૉરનો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બે ગ્રુપ વચ્ચે ગેંગવૉર ચાલી રહી છે. પહેલા સામેથી એક કાર આવે છે અને ત્યાં હાજર બીજી કારને ટક્કર મારે છે. બદમાશો બંને કારમાંથી બહાર આવે છે અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે. જો કે, તેના હાથમાં શું છે, જે તે અન્ય લોકો અને વાહન પર ફેંકી રહ્યો છે તે જાણી શકાયું નથી. પરંતુ બંને ગ્રુપના લોકો સ્પષ્ટપણે એકબીજાના લોહીના તરસ્યા છે. આ બદમશોએ હાઇવે પર કાર પાર્ક કરી અને અન્ય ગેંગના સભ્યોને મારી રહ્યા છે. ભાજપે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરતો આ વીડિયો શેર કર્યો છે.

 

કર્ણાટકમાં રસ્તા વચ્ચે ગેંગવૉર!

દરમિયાન અચાનક જ કેટલાક લોકો કારમાંથી બહાર આવીને એકબીજા પર વધુ જોરશોરથી હુમલો કરે છે. કારને અહીં અને ત્યાં રસ્તા પર ભગાડે છે અને પછી બીજી ગેંગના એક સભ્યને કાર નીચે કચડી પણ નાખે છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, કાર દ્વારા કચડાઈ જતાં વ્યક્તિ ઘાયલ થઈને જમીન પર પડી જાય છે. આ દરમિયાન તેના શરીરમાં કોઈ હલચલ દેખાતી નથી. ઇજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર મૂકીને કાર આગળ વધે છે. આ દરમિયાન, કારની બહાર રહેલા લોકો એકબીજા પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. બીજી કાર ઘાયલ સભ્યને ઉપાડે છે અને કારની અંદર લઈ લે છે.

ગેંગવૉરનો આ વીડિયો 18મી મેનો હોવાનું કહેવાય છે. અહેવાલ અનુસાર, આ ગેંગવૉર ઉડુપી અને મણિપાલ વચ્ચે નેશનલ હાઈવે પર ચાલી રહી છે. બદમાશોએ હાઇવે પર કાર પાર્ક કરી અને એકબીજાને મારવાનો પ્રયાસ કર્યો. ભાજપે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉજાગર કરતો આ વીડિયો શેર કર્યો છે. ભાજપે કટાક્ષ કરીને તેને ‘કર્ણાટક મોડલ’ પણ ગણાવ્યું છે.

આ કોંગ્રેસનું કર્ણાટક મોડલ છે: ભાજપ 

વીડિયો પોસ્ટ કરતી વખતે ભાજપે લખ્યું છે કે, “ગેંગવૉર, છોકરીઓ પર દુષ્કર્મ, હુમલો, હત્યા, બોંબ વિસ્ફોટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન ઝિંદાબાદના નારા, આ બધું કર્ણાટક કોંગ્રેસના શાસનમાં સામાન્ય છે.” આમાં સીએમ સિદ્ધારમૈયાને પણ ટેગ કરવામાં આવ્યા છે. ભાજપે કટાક્ષ કરતાં કહ્યું છે કે, સરકાર પોલીસને છૂટો હાથ આપીને તેમને કઠપૂતળી બનાવી રહી છે તેના પરિણામે આજે અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. આ કર્ણાટક મોડલ છે જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે.

આ પણ જુઓ: ફિલ્મી સ્ટાઈલમાં ચાલતી ટ્રકમાંથી કરી ચોરી, વીડિયો થયો વાયરલ

 

Back to top button