ગુજરાતટોપ ન્યૂઝહેલ્થ

કાલથી ફરી તડકામાં સેકાવા રહેજો તૈયાર; હિટ વેવનો નવો રાઉન્ડ થાઇ છે શરૂ

Text To Speech

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દિવસથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે ત્યાં આવતીકાલથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે આવતીકાલથી 9 મે સુધી રાજસ્થાનમાં તથા 8 અને 9 મે દરમ્યાન હરિયાણા, દિલ્હી, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિદર્ભમાં હીટવેવની શકયતા છે. દેશના અનેક રાજયોમાં એપ્રિલ મહિનો છેલ્લા 122 વર્ષનો સૌથી ગરમ બની રહ્યો હતો. અનેક ભાગોમાં તાપમાન 46 થી 47 ડીગ્રીએ પહોંચ્યું હતું.કાળઝાળ ઉનાળાને કારણે વિજ ડીમાંડ પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગઈ હતી.

તાપમાન નોર્મલ કરતા 4-5 ડીગ્રી ઉંચુ થાય અથવા 45 ડીગ્રીને પાર થાય તો હીટવેવ ગણવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ હીટવેવ તથા આગામી ચોમાસાની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો-પ્રેસર સર્જાવાની આગાહી કરી છે.આ સીસ્ટમ ઉતર પશ્ર્ચીમ તરફ ગતિ કરશે અને તેના પ્રભાવ હેઠળ આંદામાન-નિકોબાર દ્વિપસમુહમાં આજથી રવિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Back to top button