ગુજરાત

વાંચો,રાજકોટ નાગરિક સહકરી બેંકને કોણે ફટકાર્યો 12 લાખનો દંડ?

Text To Speech

મૃતક વ્યક્તિના કરન્ટ એકાઉન્ટમાં પડી રહેલી સિલક પર અને વ્યક્તિગત માલિકીની કંપનીના એકાઉન્ટમાં પડી રહેલી રકમ પર વ્યાજની ચૂકવણી કરવાના રિઝર્વ બેન્કના આદેશનું સતત ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બૅન્કે સોમવારે રાજકોટ નાગરિક સહકારી બેન્કને રૂ. ૧૨ લાખનો દંડ કર્યો છે.

રિઝર્વ બેન્કે કરેલી તપાસ દરમિયાન આ હકીકત બહાર આવી હતી. આ હકીકત બહાર આવ્યા પછી રાજકોટ નાગરિક સહકારી બેન્કને કારણદર્શન નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના જવાબમાં બેન્ક દ્વારા કરવામાં આવેલો ખુલાસો સંતોષજનક ન જણાતા બેન્કને રૃા.૧૨ લાખનો દંડ કરવામાં આવ્યો હતો.

Back to top button