ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? કર્ક રાશિના જાતકોએ કોઈને ઉધાર આપવું નહીં તો કન્યારાશિવાળાને સારા સમાચાર મળશે

Text To Speech

આજ નું પંચાગ
તારીખ :- ૧૬ મે, ૨૦૨૨, વાર :- સોમવાર
તિથિ :- વૈશાખ સુદ પૂનમ
રાશી :- સવારે ૭:૫૨:૪૭ સુધી તુલા રાશિ, ત્યાર બાદ વૃશ્ચિક
નક્ષત્ર :- ૧૩:૧૬:૫૦ સુધી વિશાખા, ત્યાર બાદ અનુરાધા
યોગ :- સવારે ૬:૫૦ સુધી વરિયાન, ત્યાર બાદ પરિઘ
કરણ :- બવ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે કામકાજ દરમ્યાન ઊર્જા ઓછી જણાય. શરીર સુસ્ત લાગે. મેહનત ના પ્રમાણ માં લાભ ઓછો થાય. જો યોગ્ય યોજના બનાવીને સમજી વિચારી ને કાર્ય કરવાથી રાહત મળે. શિવજી ની ઉપાસના કરવી.

વૃષભ :- વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મળે. વિપરિત પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકો. તમારા સાચવેલા સંબંધો તમારી પ્રગતિમાં મદદરૂપ થાય. લગ્નજીવનમાં મીઠાશ આવે. વિરોધીઓની ગતિવિધિ પર ધ્યાન રાખવું.

મિથુન :- તમારા વિરોધીઓ નબળા પડે. વિદ્યાર્થવર્ગને સારા પરિણામ મળે. જો લોન લેવા માટે અરજી કરી હોય તો એ કાર્ય આગળ વધે. આરોગ્ય નબળું જણાય. ખાનપાન પર ધ્યાન આપવું.

કર્ક :- કામકાજમાં મન ના લાગે. સોશિયલ મીડિયા પર સમય વધારે બગાડો. તમારી ક્રિએટિવિટી ગ્રોથ ના નવા આઈડિયા આપે. આજે કોઈને પણ ઉછીના રૂપિયા આપવા નહી. પ્રિય પાત્ર જોડે મુલાકાત થાય.

સિંહ :- ઘરમાં સુખસગવડ સાધનોની ખરીદી થઈ શકે. મકાન મિલકત ના કામ માટે આજનો દિવસ સારો છે. મહત્વ ના નિણર્ય લેવામાં મૂંઝવણ રહે. કુળદેવી ના આશીર્વાદ લઈને દિવસ ની શરુઆત કરવાથી લાભ થાય.

કન્યા :- તમારા સંતાન તમને ખુશી થાય એવા સમાચાર આપે. તમારાં ભાઈબહેન સાથે માતાપિતા સંબંધી ચર્ચા થાય. તમે તમારા વ્યવસાય માટે માર્કેટીંગ કરવાથી સફળતા મળે. બિઝનેસ ડીલ થઈ શકે.

તુલા :- કુટુંબીજનોને લાભ થાય એવી જગ્યા એ રોકાણ કરો. ઘર પરિવાર ના સભ્યોને તમારાથી સંતોષ થાય. જીવનસાથી જોડે થોડું મનદુઃખ રહે. નાણાં નો પ્રવાહ સારો રહે. લક્ષ્મીજી ની પૂજા કરવી.

વૃશ્ચિક :- નવી હકાાત્મક ઊર્જા નો અનુભવ થાય. ગુરુના આશીર્વાદનો દિવ્ય અનુભવ થાય. તમારી દુરદર્શિતા વધે. જીવનના દરેક કાર્યને ભગવાન ભરોસે છોડી દેશો. મનના અવાજ ને સંભળાવું.

ધનુ :- સાસરા પક્ષ ના કારણે ચિંતા રહે. અણધાર્યા ખર્ચા થાય. મનમાં ગુસ્સો અને અકળામણ રહે. વાહન ચલાવતા ધ્યાન રાખવું. આજે દિવસ ની શરૂઆતમાં અને અંતે મેડિટેશન કરવું.

મકર :- આર્થિક લેવદેવડ માટે ખૂબ સારો દિવસ. જીવનસાથી તમારા કાર્ય માં રસ લે. એમનો સાથ તમારા માટે લાભકારી રહે. સામાજિક સંબંધો વધે. કોઈની પણ જોડે વાયદા કરવા નહી.

કુંભ :- કાર્યભાર વધારે રહે. નોકરિયાત વર્ગને માનસન્માન મળે. ઉપરી અધિકારી નો સાથ સહકાર મળે, તમને મદદરૂપ થાય. નોકરી માટે અરજી કરી હોય તો હકારાત્મક જવાબ આવે.

મીન :- નવા વિષય નું અધ્યયન કરશો. આધ્યત્મમાં રસરુચિ વધે. માતાપિતા પ્રત્યેનો લગાવ વધે. સંતાનના ભાગ્યથી તમને ફાયદો થાય. સંતાન જોડે થોડો પસાર કરી કામકાજ ની શરુઆત કરવાથી લાભ થાય.

નિકી પ્રવીણ વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર

Back to top button