ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિ ભવિષ્ય, વૃષભ રાશિવાળાનો દિવસ શુભ રહેશે તો કર્ક રાશિવાળાને યાત્રાના યોગ

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૧૨ મે, ૨૦૨૨
વાર :- ગુરુવાર
તિથિ :- વૈશાખ સુદ એકાદશી,
રાશી :- કન્યા
નક્ષત્ર :- ઉત્તર ફાલ્ગુની
યોગ :- હર્ષણ
કરણ :- વિષ્ટિ

આજ નું રાશિ ભવિષ્ય
મેષ :- આર્થિક લેવદેવડ માટે આજ નો દિવસ સારો પુરવાર થઈ શકે. રોકાયેલ નાણાંની ઉઘરાણી માટે દિવસ સારો છે. કોઈ પણ નવા કાર્યની આજે શરૂઆત કરી શકો છો. કોઈ આનંદપ્રમોદની વસ્તુ પાછળ ખર્ચ થઈ શકે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
વૃષભ :- આજે મન ખુશ રહે. સંતાન સંબંધી કોઈ સારા સમચાર પ્રાપ્ત થાય. ઘણા સમયથી મૂંઝવતી સમસ્યાનો ઉકેલ મળે. આજે તમારી મદદથી તમારા મિત્રોને રાહત મળે. તમારા ગુરુના આશીર્વાદ લઈને અગત્યના કાર્યની શરુઆત કરવી. પિતા જોડે મતભેદ થઈ શકે.
મિથુન :– આજે તમે તમારે માતાના આશીર્વાદ થી દિવસને સફળ બનાવી શકો છો. આજે ઘરની બહાર જવાની ઈચ્છા ઓછી થાય. થોડી આળસ રહે. જો કોઈ મકાન મિલકત સબંધી કાર્ય કરવા માંગતા હોવ તો આજનો દિવસ સારો છે. સંતાન જોડે થોડા મતભેદ થઈ શકે છે.
કર્ક :- કોઈ નાની મુસાફરી કરી શકો છો. કોર્ટ કચેરીને લાગતા કાર્યમાં સફળતા મળે. સમાજની સન્માનીય વ્યક્તિ જોડે મુલાકાત થઈ શકે. આજે વ્યવસાય ક્ષેત્રે નવી તક મળી શકે છે. ચર્ચા કરવામાં, બોલવામાં થોડું ધ્યાન રાખવું.
સિંહ :- નાણાકીય લાભ થઈ શકે છે. તમારી કરેલી મેહનતનું ફળ મળે. આજે તમે તમારા કુટુંબીઓ સાથે આનંદમાં દિવસ પસાર કરો. પણ જીવનસાથી જોડે થોડા મતભેદ થઈ શકે છે. થોડા દિવસ માટે તમારે તમારા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. દિવસ દમિયાન ઓમ નમઃ શિવાયના જાપ કરવા.
કન્યા :- છેલ્લા બે દિવસથી સતાવતી ચિંતા આજે દૂર થાય. મન શાંત અને પ્રસન્ન રહે. તમે તમારા આરોગ્ય બાબતે જાગૃત થાઓ. શત્રુ સામે જીત મળે. વધારે પડતું વિચારવાની જરૂર નથી. રસ્તા આપોઆપ ખુલશે. બસ થોડું લાગણીશીલ થઈને વિચારવાની જરૂર છે.
તુલા :- નકામી ચિંતા અને નકામો ભય સતાવે. જીવનસાથી જોડે વાદવિવાદ થઈ શકે, પણ તમારી સલાહ એમને ફાયદો કરવી જાય. રાત્રે ઉંઘ થોડી મોડી આવે. તમારા ગુરુના આશીર્વાદ તમારી સાથે જ છે. દિવસની શરુઆત એકવીસ વખત ઓમકાર કરીને કરો તો જરૂર રાહત મળે.
વૃશ્ચિક :- આજનો દિવસ તમારા માટે લાભકારી રહે. કોઈ પણ નવા કાર્યની શરુઆત કરવા માટે આજનો દિવસ સારો છે. મિત્રોનો સાથ સહકાર મળી રહે. નકામા ખર્ચથી બચવું. તમારા પ્રિય પાત્ર જોડે મુલાકાત થઈ શકે. માતાના આરોગ્યની ચિંતા રહે.
ધનુ :- યશ, માન, પ્રતિષ્ઠા માં વધારો થાય. તમને ભવિષ્ય માં લાભ અપાવે એવી વ્યવસાયિક તક મળે. તેમ છતાં મનમાં છૂપો ભય રહે. અત્યારે સાહસ કરવાનો સમય છે. જીત તમને મળી શકે છે. સંતાન ન આરોગ્ય બાબતે ધ્યાન રાખવું.
મકર :- આજે ભાગ્યનો સાથ મળે. લાંબી મુસાફરી થઈ શકે. વ્યાપાર ધંધામાં મન ઓછું લાગે. ધાર્મિક કાર્યો કરવાની ઈચ્છા થાય. આજે તમે તમારા પિતા જોડે સારો સમય પસાર કરો. નવું જાણવાની, નવું શીખવાની વૃત્તિ જાગે.
કુંભ :- દરેક કાર્ય અટકી અટકીને થાય. અચાનક કોઈ ખર્ચ કે નુકસાન સહન કરવું પડે. જોકે એનાથી ભવિષ્યમાં ફાયદો જ થાય. આજે નાણાકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું. અગત્યના નિર્ણય લેવામાં કોઈ વિદ્વાન વ્યક્તિની સલાહ લેવી.
મીન :- એકંદરે લાભકારી દિવસ. સામાજિક મુલાકાત વધે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય. લગ્ન લાયક યુવક યુવતીની લગ્નની વાત આગળ વધે. તમે તમારી વાતોથી સારી છાપ છોડી શકો. મનની પ્રસન્નતામાં વધારો થાય.

નિકી પ્રવીણ વાંકાવાળા, જ્યોતિષી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ
Back to top button