ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળઃ વૃષભ સહિત 4 રાશિઓ માટે આજનો દિવસ છે લાભદાયી

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૨૦ મે, ૨૦૨૨, વાર :- શુક્રવાર

તિથિ :- વૈશાખ વદ પાંચમ

રાશી :- ૦૮:૪૪:૧૧ સુધી ધનુ, ત્યારબાદ મકર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા

યોગ :- શુભ

કરણ :- કૌલવ

 

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- દરેક કાર્ય યોજના મુજબ થઈ શકે. થોડું સમજી વિચારીને બોલવું. તમારી વાતનો ખોટો અર્થ નીકળી શકે છે. વ્યવસાય ક્ષેત્રે હકારત્મક બદલાવ આવે. તમારા સૂચવેલા સૂચનો પ્રગતિ કરાવે.

વૃષભ :- આજના દિવસનો તમે ભરપૂર આનંદ ઉઠાવશો. આજે તમને અચાનક કોઈ એવો સંદેશ મળે, જે તમારા બંધ રસ્તા ખોલી દે. કામકાજના બાબતે થોડી લાપરવાહી આવે. અને તેનાથી ઈનકમ માં કમી આવે.

મિથુન :- આજે મન પર કાબૂ નહી રહે. ધારેલું કાર્ય કરી નહી શક્શો. નકામી વસ્તુઓ પર ખર્ચ કરશો. ઘરના સભ્યોની કહેલી કોઈક વાત માટે તમને ખરાબ લાગી શકે, દુઃખ થાય. હનુમાન ચાલીસા કરીને દિવસ ની શરુઆત કરવી.

કર્ક :- આજે વ્યસ્તતા વધારે રહે. તમે સમર્પણ ભાવથી તમારી સાથે જોડાયેલા લોકોની મદદ કરશે. તમે તમારી સૂઝબૂઝથી પરિસ્થિતિ પ્રમાણે નિણર્ય લઈ શકશો. જો કોઈ સામેથી મદદ કરવાની ઓફર કરે તો તે સ્વીકારી લેવી.

સિંહ :- ગ્રાહક વર્ગ સાથેની સાધારણ ચર્ચા ઉગ્ર બની શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવું, પેટની પરેશાની થઈ શકે છે. જીવનસાથી જોડે મનમુટાવ થઈ શકે છે. તુલસીજીના પાંચ પાન ખાઇને દિવસની શરુઆત કરવી.

કન્યા :- સંબંધોમાં થયેલ મનદુખ ઓછું થાય. તમારી પ્રિય વ્યક્તિ તમને ખુશ કરી શકે છે. આજે કોઈને ઉધાર આપવું નહી, પાછા આવવાની શક્યતા ઓછી થઈ જાય. આજે તમે કોઈક નવી સુંદર વસ્તુ શીખી શકો છો.

તુલા :- માનસિક થાક રહે. આજે ઓફિસનું કામ ઘરથી કરી શકો છો. ઘરમાં થોડી વ્યગ્રતા રહે. મકાન મિલકત સબંધી કાર્ય આગળ વધી શકે છે. સંતાનના ભણતરની ચિંતા રહે.

વૃશ્ચિક :- આજે તમે જોખમી કાર્ય કરી શકો છો, નિણર્ય લઈ શકો છો. જેમાં તમને સફળતા મળી શકે છે. તમારા સાથી કર્મચારીનું કામ તમારે કરવું પડે. કોઈ ધાર્મિક કાર્ય અર્થે મુસાફરી થઈ શકે.

ધનુ :- અચાનક ધનલાભ થઈ શકે. સાસરા પક્ષની વ્યક્તિ તમારા ઘરે આવી શકે છે. સારા પકવાનનો આનંદ ઉઠાવી શકો છો. આજે તમારા માતાપિતા તમને આર્થિક લાભ કરાવી શકે. બેંક બેલેન્સ વધી શકે છે.

મકર :- તમારી ક્રિએટિવિટી વધે. તમને સોંપવામાં આવેલું દરેક કાર્ય ખૂબ આનંદપૂર્વક કરશો. આત્મવિશ્વાસમાં વધારો થાય. વિરોધીઓ પણ આજે તમારો સાથ આપશે. તમારા શોખ પૂરા કરવા માટે ખર્ચ કરી શકો છો.

કુંભ :- તમારું આરોગ્ય સારું રહે એ માટે કોઈ અનુભવીની સલાહ લેશો. કોઈ સંબંધીને મળવા માટે હોસ્પિટલ જવાનું થઈ શકે છે. ઓફિસમાં કામ વધારે રહે. કામ સમયસર પુરું ના થાય. અકળામણ અને ગુસ્સો રહે.

મીન :- કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. તમારી સમજદારીની પ્રશંસા થાય. આજે પ્રિયપાત્ર જોડે મુલાકાત થાય. તમારા મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. રમતગમતમાં રુચિ વધી શકે.

Back to top button