ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળ: મિથુન રાશિના જાતકોના અટકેલાં કામ આગળ વધશે, મીન રાશિવાળા લોકોનું આરોગ્ય સારું રહેશે

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૧૭ મે, ૨૦૨૨, વાર :- મંગળવાર

તિથિ :- વૈશાખ વદ એકમ

રાશી :- વૃશ્ચિક

નક્ષત્ર :- ૧૦:૪૫ સુધી અનુરાધા, ત્યારબાદ જયેષ્ઠા

યોગ :- શિવા

કરણ :- કૌલવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે જે પણ કોઈ કાર્ય કરો એની લેખિત નોંધ રાખવી. જમીન મકાન સંબંધી મૂંઝવણ રહે. નાણાકીય લેવદેવડમાં ધ્યાન રાખવું. માતા જોડે મતભેદ થઇ શકે. ઘરના ઉંબરા ને પગે લાગી ને ઘર ની બહાર નીકળવું.

વૃષભ :- બગડેલા સંબંધો માં સુધારો થાય. મોસાળ પક્ષ ની વ્યકતિ જોડે મુલાકાત થાય, તમને મદદરૂપ થાય. પાડોશી જોડે વાદવિવાદ માં ઉતરવું નહી. સોશિયલ મીડિયા નો ઉપયોગ સંભાળી ને કરવો.

મિથુન :- લાંબા સમયથી અટકેલા કાર્યો આગળ વધે. આજે આવક નું પ્રમાણ સારું રહે. ઘરના સભ્યોને પૂરતો સમય ના આપી શકો. ઉપરી અધિકારી આજે તમને જવાબદારી પૂર્ણ કાર્ય શોપે.

કર્ક :- આજે તમે તમારા સંતાન જોડે ખૂબ સરસ સમય વિતાવશો. ખેલકૂદ નો આનંદ લઇ શકો. મુશ્કેલ કાર્ય પણ તમારી સૂઝબૂઝ થી, રમતા રમતા પાર પાડો. જીવન માં પ્રેમ નો અનુભવ થાય. 

સિંહ :- આરોગ્ય ની ચિંતા રહે. ઘરમાં મન ના લાગે, મન માં ઉચાટ રહે. અગત્યના નિર્ણયો વડીલ ની સલાહ લઈને કરવું. મકાન મિલકત ને લગતા કાર્ય આગળ વધે. આજના દિવસની શરુઆત મેડિટેશન કરીનેં કરવી. 

કન્યા :- ભાઈબહેન સાથેના સંબંધમાં મિઠાશ આવે. મિત્રોની મદદથી અટકેલા કાર્યો આગળ વધે. મિત્રો તમારા માટે માર્કેટિંગ કરે. આજે સારું લખાણ – વાંચન કરી શકો. સોશિયલ મીડિયા લાભ આપવી શકે.

તુલા :- ઘરના કાર્યોમાં રસરુચિ રહે. ઘરના સભ્યોનો સાથ સહકાર વધે. આજે સારી ખાણીપીણીનો આનંદ ઉઠાવી શકો. તમારી પ્રતિષ્ઠાનો તમારું બેંક બેલેન્સ વધારી આપે. આજે મંદિર માં દાન કરવું.

વૃશ્ચિક :- ધાર્મિક કાર્યો માં રસરુચિ વધે. તમે તમારી ઊર્જાનો ઉપયોગ સમાજસેવા માટે કરશો. તમારા પિતાના આશીર્વાદ તમારી સાથે જ રહે. તમારા સારા આરોગ્ય માટે વિચારો અને પગલાં પણ ભરો. 

ધનુ :- આજે ધાર્યા કરતા વધારે મેહનત કરવી પડે. સામાન્ય દિવસ પસાર થાય. વિદ્યાર્થી વર્ગને વિષય સમજવામાં મુશ્કેલી પડે. ગૂઢ વિદ્યામાં રસ જાગે. ધીરજ અને સંયમ રાખી દિવસ પસાર કરવો.

મકર :- તમારા જીવનસાથી તમારી ઉન્નતિ માટે પ્રયાસ કરે. ગ્રાહક વર્ગમાં વધારો થાય. સમાજની માનનીય વ્યક્તિ જોડે મેળાપ થાય. આજે સારા સમાચાર મળી શકે છે. આજુબાજુની ગતિવિધિ પર ધ્યાન રાખવું.

કુંભ :- કામકાજ અને પરિવાર વચ્ચે તાલમેલ બેસાડવું મુશ્કેલ લાગે. આજે ઓફિસ માં કામ વધારે રહે. સાથી કર્મચારીઓ તમને મદદરૂપ થાય. તમારા કરેલા કાર્યોના વખાણ થાય. મહેનત નું સારું પરિણામ મળે.

મીન :- જીવનમાં પ્રેમ અને આનંદ નો અનુભવ થાય. ઘર પરિવાર માં હકારત્મકતા વધે. વ્યવસાય સામાન્ય રહે. તમારી સલાહ તમારી સાથે જોડાયેલ વ્યક્તિને લાભ કરાવે. આરોગ્ય સારું રહે.

નિકી પ્રવીણ વાંકાવાળા

ફોન નંબર :- 9099056963

જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

Back to top button