ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળ, વૃષભ રાશિના જાતકોએ વિવાદમાં ન પડવું; કર્ક રાશિના જાતકો માટે લક્ષ્મી યોગ

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૧૮ મે, ૨૦૨૨, વાર :- બુધવાર

તિથિ :- વૈશાખ વદ ત્રીજ

રાશી :- સવારે ૦૮:૦૮:૩૫ સુધી વૃશ્ચિક, ત્યારબાદ ધનુ

નક્ષત્ર :- ૦૮:૦૮:૩૫ સુધી જયેષ્ઠા, ત્યારબાદ મૂળ

યોગ :- સિદ્ધ

કરણ :- વણીજ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ સારો દિવસ છે. ઉચ્ચ શિક્ષણ માટે નવી દિશા મળે. તમારા વિકાસ માટે તમે તમારી માનસિક શક્તિનો ભરપૂર ઉપયોગ કરશો. આજે ભાગ્યનો પૂરો સહયોગ રહે.

વૃષભ :- બોલવામાં ધ્યાન રાખવું. વાદવિવાદમાં પડવું નહીં. ઓનલાઈન ટ્રાંજેકશન માં ધ્યાન રાખવું. આર્થિક બાબતે સામાન્ય દિવસ પસાર થાય. મન શાંત રાખીને કામ કરવું.

મિથુન :- વ્યવસાય અને પારિવારિક જીવન માં તાલમેલ બેસાડી શકો. તમારા કુંટુંબીજનો ની સલાહ વ્યાપાર ના વિકાસ માટે ધ્યાન માં લેવી સારું રહેશે. જીવનસાથી જોડે પ્રેમાળ પળો માણી શકો.

કર્ક :- લક્ષ્મી પ્રાપ્તિ ના સારા યોગો બને છે. વાદવિવાદ માં જીત થાય. જો કોઈ પરીક્ષા આપી હોય તો તેનું સારું પરિણામ આવે. આરોગ્યનું ધ્યાન રાખવું. વધારે પડતી ઠંડી વસ્તુ નુકસાન કરી શકે.

સિંહ :- આજે મન હળવાશ અનુભવે. સંતાનના ભવિષ્ય અંગે કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો. તમારું આરોગ્ય સારું રહે, એ માટે થોડો ખર્ચો કરો. આજે રૂપિયા મેળવવામાં વિલંબ થાય, તકલીફ પડે.

કન્યા :- નવું વાહન લેવાની ઈચ્છા હોય તો એ કાર્ય આગળ વધી શકે. આજે ઘર માં સુખ શાંતિ જણાય. કોઈ પણ નવા કાર્યની શરુઆત આજે કરવી નહી. માતાના આરોગ્યની ચિંતા રહે.

તુલા :- તમારા વ્યવસાયની માર્કેટમાં નોંધ લેવાય. એ માટે યાત્રા પણ થઈ શકે. માતા સાથે મતભેદ થઈ શકે. તમે તમારી વાતની, જો કોઈ  પ્રેઝન્ટેશન હોય તો તેની રજૂઆત ખૂબ સારી રીતે કરી શક્શો.

વૃશ્ચિક :- તમારી ઊર્જાને સકારાત્મક દિશા મળે. મન માં આખો દિવસ પરિવાર ના સભ્યોના વિચાર રહે. તમારા પિતા ની સલાહ ફાયદો કરાવી જાય. ભવિષ્ય ની સુરક્ષા માટે રોકાણ કરી શકો છો.

ધનુ :- અસમંજસ માં દિવસ જાય. કોઈ પણ નિર્ણય લઈ ના શકો. તમારે હકારત્મક થવાની જરૂર છે. તમારો આશાવાદી અભિગમ તમને સફળતા આપે. નાની વાતોનું ખોટું માનવું નહીં.

મકર :- વ્યવસાયિક ઉન્નતિ માટે રોકાણ કરો. કોઈ બિઝનેસ ડીલ માટેની ચિંતા રહે. તમારા જીવનસાથી ને કોઈ મનગમતી વસ્તુ અપાવી શકો. બધું હોવા છતાં કઈક ખૂટતું હોય એવું લાગે.

કુંભ :- મોસાળપક્ષથી કોઈ સારા સમાચાર મળે. વિરોધીઓની નુકસાની ની ચાલ પણ ફાયદો કરાવી જાય. બેંક બેલેન્સ વધી શકે. તમારો ઉત્સાહ કોઈ ને મનદુઃખ ના પોહચાડે એનું ખાસ ધ્યાન રાખવું.

મીન :- તમારા કામ ને આજે તમે એન્જોય કરશો. યશ, માન પ્રતિષ્ઠા માં વધારો થાય. આજે તમારા ઉપરી અધિકારી તમારી પ્રશંસા કરે. તમારી સૂઝબૂઝ તમને મુશ્કેલ કસોટી માંથી પાર ઉતારે.

નિકી પ્રવીણ વાંકાવાળા

જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

 

Back to top button