ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળ: વૃષભ રાશિના જાતકોની સફળતા રાહ જોવે છે, કુંભ રાશિના જાતકોને માનસિક શાંતિ મળશે

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૨૨મે ૨૦૨૨, વાર :- રવીવાર

તિથિ :- વૈશાખ વદ સાતમ

રાશી :- ૧૧:૧૧:૦૭ સુધી મકર, ત્યારબાદ કુંભ

નક્ષત્ર :- ધનિષ્ઠા

યોગ :- ઇન્દ્ર

કરણ :- બપોરે ૧૨:૫૯:૦૩ સુધી બવ, ત્યારબાદ બાલવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- વ્યસ્તતા માંથી આનંદપ્રમોદ માટે સમય કાઢી લેશો. મન પ્રસન્ન રહે. માતાની સલાહથી ફાયદો થાય. જો વાહન લેવાનું વિચારતા હોય તો આજે સારો દિવસ છે. વિધાર્થી વર્ગને આજે વિષય સમજવામાં સરળતા રહે.

વૃષભ :- આળસ ખંખરીને કામે લાગવાનો દિવસ છે. સફળતાં તમારી રાહ જોઈ રહી છે. જો તમારી કોઈ કાર્યમાં નિપુણતા હોય તો એની જાહેરાત કરવું ખોટું નથી. તમારા હુન્નરને નવી દિશા મળી શકે છે.

મિથુન :- વાણીનો ઉપયોગ સમજણપૂર્વક કરવો. કુટુંબના સભ્યો સાથે મળીને ભવિષ્યની યોજના બનાવી શકો છો. કોઈક ધાર્મિક આયોજન કરી શકો છો. તમારી પરિપક્વતાની આજે કદર થાય. તમારી સલાહ સૂચનનો અમલ થાય.

કર્ક :- આનંદની ક્ષણોમાં પણ મન ઉદાસ રહે. જિંદગી નીરસ લાગે. ભૂતકાળ ની ઘટના યાદ આવે અને મન એમાંજ અટવાયેલું રહે. તમારે થોડો વિરામ લેવાની જરૂર છે. બાગબગીચામાં જો થોડો સમય વિતાવશો તો મનમાં હળવાશ આવશે.

સિંહ :- આજે તમને જરૂરી સાથસહકાર મળી રહે. સવાર નો સમય દુવિધામાં જાય, પણ ત્યારપછી રસ્તો ખુલી જાય. તમે તમારા જીવનસાથી સાથે રજાનો આનંદ માણી શકો છો. આજે એ તમને કોઈ ખુશીના સમાચાર આપી શકે છે.

કન્યા :- આરામ કરવા માંગો તો પણ કરી નહી શકો. આજે સેવા કરવાનો દિવસ છે. તમારે પોતેજ દરેક કામમાં હાજર રહેવું પડે. જોકે સમય અને ઊર્જા ખર્ચ્યા પછી સફળતા મળે. લોકો તમારી સેવાભાવી સ્વભાવની કદર કરે.

તુલા :- આજે મોજ મસ્તી કરતા કરતા દરેક કાર્ય પૂરા કરો. તમારા બાળકો સાથે સુંદર મજાનો સમય પસાર કરશો. ખેલકૂદ માટે આકર્ષણ વધે. વ્યાપાર ધંધા માં કઈ રીતે રચનાત્મક બનવું એ માટેના નવા આઇડિયા આવે.

વૃશ્ચિક :- તમારું બનાવેલ આયોજન છેલ્લા સમયે બદલવું પડે. થોડું નિરાશ થવું પડે. ઘરમાં જ કોઈક નાનું આયોજન કરી શકો છો. આજે સારા પકવાન નો આનંદ મળશે. ઘરના સભ્યો પાસેથી રાખેલ અપેક્ષા બાબતે મનદુઃખ થાય. 

ધનુ :- તમારી લેખન ક્ષમતાનો વિકાસ થાય. આજે પ્રેરણાદાયી વિચારોને અમલમાં મુકી શકો. જો મન મક્કમ રાખશો તો ધારેલું કાર્ય પાર પાડી શકશો. આનંદના અતિરેકમાં આવીને કોઈ વાયદા કરવા નહી. 

મકર :- કોઈ દૂર ના સબંધી જોડે મુલાકાત થાય. લગ્ન લાયક યુવક યુવતીની લગ્ન ની વાત આગળ વધે. સિનેમા જોવા જવાનું આયોજન થઈ શકે છે. તમે તમારા જીવનસાથીની સાથે મળીને રસોઈનો આનંદ માણી શકો છો. 

કુંભ :- અશાંત મનને આરામ મળે. તમને તમારામાં રહેલી હકારત્મકતા નવું બળ આપે. તમે તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખશો. મોસાળ પક્ષની વ્યક્તિ તમારા માટે સારા સમાચાર લઈને આવે. સંજોગો સાનુકૂળ બને.

મીન :- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઠંડી વસ્તુ ખાવાથી બચવું. જૂની કોઈ ઘટના બાબતે વાદવિવાદ થઈ શકે છે. સાસરા પક્ષની વ્યક્તિઓ જોડે મુલાકાત થાય. રોકાણ કરવા માટેના સારા રસ્તા મળે.

નિકી પ્રવીણ વાંકાવાળા

જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

 

Back to top button