ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળઃ સિંહ રાશિના જાતકોએ હોશિયારીપૂર્વક કામ લેવું, મકર રાશિના જાતકોની ઊર્જામાં વધારો થશે

Text To Speech

આજ નું પંચાગ
તારીખ :- ૨૧મે ૨૦૨૨, વાર :- શનિવાર
તિથિ :- વૈશાખ વદ છઠ
રાશી :- મકર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- સવારે ૮:૦૯ સુધી શુક્લ, ત્યારબાદ બ્રહ્મા
કરણ :- બપોરે ૧૪:૫૮ સુધી વણીજ, ત્યારબાદ વિષ્ટિ

આજ નું રાશિ ભવિષ્ય
મેષ :- ઘણા સમયથી વિચારીને રાખેલા કાર્યોને અમલમાં મુકશો. મિલ્કત વેચાણ માટે મૂકી હોય તો માટે ઇન્કવાયરી આવે. મેહનત ના પ્રમાણ માં લાભ ઓછો થાય. તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ રહે.

વૃષભ :- આજે એક માર્ગદર્શક તરીકે કામ કરવાનો દિવસ છે. તમે તમારા મિત્રોને સારું માર્ગદર્શન આપી શકો. મનના અવાજ ને સાંભળવું. કોઈ પણ વસ્તુનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે આજે તમે સક્ષમ થશો.

મિથુન :– સમય અનુસાર અને સામેની વ્યક્તિ ના વર્તન અનુસાર તમારે તમારું વર્તન રાખવું. આજે પરિવારના સભ્યો ના કારણે મનદુઃખ થઈ શકે. પોતાના કીમતી સામાનનું ધ્યાન રાખવું. કોઈની પણ જોડે વાયદો કરવો નહિ.

કર્ક :- જીવનસાથી જોડે પ્રેમ અને આનંદની ક્ષણો માણી શકો. પરિસ્થિતિ તમને અનુકૂળ રહે. તમે જો આજે થોડું નમીને રહેશો તો એનો સંજોગો તમારૂ સમર્થન કરશે. વ્યાપાર ધંધા માં ઉન્નતિ થઈ શકે.

સિંહ :- આજે જો થોડું હોંશિયારીપૂર્વક કામ લેશો તો જીત નિશ્ચિત છે. તમારા આપેલ સૂચનોનો વિરોધ થાય, પણ તમારે સ્પષ્ટ અને દ્રઢતાપૂર્વક રજૂઆત કરવી. જો લોન લેવા માટે અરજી કરી હોય તો એ પાસ થઈ શકે છે.

કન્યા :- તમારા મિત્રો કોઈક સરપ્રાઈઝ આપી શકે છે. નાની વાતમાં પણ ખુશીનો અનુભવ થાય. આખો દિવસ આનંદ અને ઉત્સાહ રહે. મુશ્કેલ કાર્ય પણ સરળતાથી પાર પાડી શકશો. આજે આરોગ્ય સારું રહે.

તુલા :- આજે ઘરના કાર્ય માં રુચિ રહે. ઘર માટે જરૂરી સામાન ની ખરીદી થઈ શકે. ઘર અને ઓફિસ વચ્ચે તાલમેલ બેસાડવાનું મુશ્કેલ લાગે. જીવનસાથી અને તમારી માતા ના સંબધોના કારણે ચિંતા રહે.

વૃશ્ચિક :- ભાગ્ય કરતા તમારી મેહનત તમને વધારે સાથ આપે. તમારો આત્મવિશ્વાસ તમને સફળતા અપાવી શકે. આજે સારું લખાણ તેમજ વાંચન કરી શકો છો. આજે જે પણ કોઈ કાર્ય કરો એની લિખિત નોંધ રાખવી.

ધનુ :- નાણાકીય લેવડદવડમાં ધ્યાન રાખવું. થોડું ખાવા પીવા પર પણ ધ્યાન રાખવું આજે ગળામાં તકલીફ થઈ શકે છે. ઘરપરિવાર ના મતભેદને કામધંધા માં લાવવા નહી. ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી રાહત મળે.

મકર :- તમારી ઊર્જામાં વધારો થાય. દરેક કાર્ય પાર પડે એ માટે જરૂરી મદદ મળી રહે. સમાજની મોભાદાર વ્યક્તિ તમારી પ્રશંસા કરે, કદર કરે. આજે જૂના મિત્રોને મળવાનું થઈ શકે છે.

કુંભ :- મન થોડું અશાંત રહે. જિંદગી એક બંધન હોય એવું લાગે. આજે ઉધાર લીધેલા નાણા ચૂકવી શકાય. યોજનાબદ્ધ રીતે કરેલું કાર્ય રાહત અપાવે. તમારા ઈષ્ટદેવ ને પગે લાગી દિવસની શરુઆત કરવી.

મીન :- આજનો દિવસ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. આજે કોઈ મહત્વનું કાર્ય થઈ શકે છે. આજે તમે જરૂિયાતમંદોને મદદ કરીને મનની શાંતિ મેળવી શકશો. માતાપિતા આજે તમારાથી ખુશ રહેશે.

નિકી પ્રવીણ વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

Back to top button