ટોપ ન્યૂઝધર્મ

વાંચો આજનું રાશિફળ – મેષ રાશિના જાતકોની મનની ઇચ્છા પૂરી થશે, વૃષભ રાશિના જાતકોએ ગુરુના આશીર્વાદ અવશ્ય લેવા

Text To Speech

આજનું પંચાગ
તારીખ :- ૨૩ મે ૨૦૨૨
વાર :- સોમવાર
તિથિ :- વૈશાખ વદ આઠમ
રાશી :- કુંભ
નક્ષત્ર :- શતભિષા
યોગ :- વૈધ્રિતી
કરણ :- સવારે ૧૧:૩૩:૪૭ સુધી કૌલાવ, ત્યારબાદ તૈતિલ

આજનું રાશિ ભવિષ્ય
મેષ :- આજે તમારા મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે. તમારો શોખ પૂરો કરવા માટે ખરીદી કરી શકો છો. જોકે તમે એમાં પણ સારા પ્રમાણ માં ડિસ્કાઉન્ટ મેળવી શકશો. તમારા પ્રિયજનો તમારા માટે કઈક ખાસ કરે એવી સંભાવના છે.

વૃષભ :- તમે તમારા રોજિંદી દિનચર્યાથી કંટાળી જશો. તેમ છતાં મળતી સફળતાં હિંમત બનાવી રાખે. તમારા ભાઈબહેનની સલાહ તમને વ્યાપાર ધંધામાં સફળતા અપાવી શકે. જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય તો તેમાં પણ સફળ થાઓ.

મિથુન :- કોઈની પણ જોડે ચર્ચા કરો તો એમાં કોઈ ત્રીજા વ્યક્તિ માટે કંઈ પણ બોલવું નહી. આજે કોઈ ઇશ્વરીય સહાય મળી શકે છે. તમારી અધ્યાત્મિકતા માં વધારો થાય. તમારા ગુરુ ના આશિર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી.

કર્ક :- આજે તમે વધારેપડતા લાગણીશીલ થઈ જાઓ. તમને તમારા આરોગ્યની ચિંતા રહે. અને એ તરફ ધ્યાન આપવાની જરૂર પણ છે. આજે કોઈ પણ નવા કાર્યની શરુઆત કરવી નહી. જો મેડિટેશન કરશો તો ચોક્કસ રસ્તા ખુલશે. દ્રઢ સંકલ્પની જરૂર છે.

સિંહ :- તમારા કાર્યક્ષેત્રમાં તમારી પ્રશંસા થાય. જે બિઝનેસ ડીલ ની તમે લાંબા સમયથી રાહ જુઓ છો, એ આજે થઈ શકે છે. તમારા પ્રતિસ્પર્ધી પર ધ્યાન રાખવું. એમને ટક્કર આપવા માટે આજે તમે કોઈ નવી યોજના બનાવશો.

કન્યા :- જો કોઈ નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આજનો દિવસ સારો છે. નોકરીની તલાશ આજે પૂરી થાય. રોકાયેલા નાણાની ઉઘરાણી માટે આજનો દિવસ બરાબર છે. આરોગ્યનું ધ્યાન રાખવું.

તુલા :- આજે તમારા સારા આરોગ્ય માટે જે રસ્તો મળે એના પર અમલ કરવો. શેર બજારમાં રોકાણ કરવા માટે સારો દિવસ છે. વિદ્યાર્થીઓનું આજે ભણવામાં મન લાગે નહી. ઇત્તર પ્રવૃત્તિમાં સારો દેખાવ કરી શકશો.

વૃશ્ચિક :- તમારી લાપરવાહી તમને નડી શકે છે. તમારા કુંટુંબીજનો માંથી કોઈ વ્યક્તિ બીમાર પડી શકે છે. આજે માનસિક તણાવનો અનુભવ થઈ શકે. આ તણાવની અસર તમારા લગ્નજીવન પર પડી શકે છે. એકાંતમાં બેસીને મનન કરવું.

ધનુ :- તમને તમારા વિકાસમાં મદદરૂપ થાય એવો કોઈ મિત્ર મળી શકે છે. તે તમારો પ્રચાર પણ કરી શકે છે . તમારી સાહસવૃત્તિ માં વધારો થાય. યોજનાઓ ને અમલમાં મૂકવાનો દિવસ છે. તમારા મનના અવાજને સાંભળવું ફાયદાકારક છે.

મકર :- તમારી મેહનત અને ધીરજનું ફળ મળી શકે છે. તમારી કારકિર્દીને આગળ લઈ જવા માટે નવી મોટી તક મળી શકે છે. બેંક બેલેન્સમાં વધારો થાય. ઘર પરિવારની ચિંતા રહે. ઠંડી વસ્તુ ખાવી નહીં. ગળામાં ઇનફેક્શન થઈ શકે છે.

કુંભ :- તમે જે બાબતે નિરાશ થઈ ગયા છો, એ માટે નવા રસ્તા ખૂલે. નવી નોકરી માટે તમારી પસંદગી થઈ શકે છે. અચાનક ઉદાસીનતા અને અચાનક ખુશીનો અનુભવ થાય. કોર્ટ કચેરી માટે હકારત્મક દિવસ છે. તમારી જીત થઈ શકે છે.

મીન :- તમે ધ્યાન નહી આપશો તો ઘણી મોટી રકમ ખર્ચ થઈ શકે છે. એવું લાગે કે તમે તમારી ક્ષમતા કરતા વધારે કાર્યભાર લઈ લીધો છે. પોતાના ઉપર જ શંકા રહે. થોડા સમય માટે વિરામ લેવાની ઈચ્છા થાય. ઓમકાર કરવા તમારા માટે સારા રહેશે.

– નિકી પ્રવીણ વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રીડર, ન્યુમેરોલોજીસ્ટ, ક્રિસ્ટલ હીલર, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ

Back to top button