આજનું પંચાગ
તારીખ :- ૨૪મે ૨૦૨૨
વાર :- મંગળવાર
તિથિ :- વૈશાખ વદ નવમી
રાશી :- સાંજે ૪:૨૫:૫૭ સુધી કુંભ રાશિ, ત્યારબાદ મીન રાશિ
નક્ષત્ર :- પૂર્વ ભાદ્રપદ
યોગ :- વિષ્કુંભ
કરણ :- સવારે ૧૦:૪૪:૪૧ સુધી ગરજ, ત્યારબાદ વણીજ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- શું કરવું, શું ના કરવું એ નક્કી ના કરી શકો. ભવિષ્ય માટેની ચિંતા માં અટવાયેલા રહો. મકાન મિલ્કત સબંધી ચિંતા રહે. મનન કરવા માટે યોગ્ય સમય છે. જો થોડું પણ મન શાંત રાખીને ધ્યાન કરશો તો ચોક્કસ ઉત્તર મળશે.
વૃષભ :- આજે ઉમંગ ઉત્સાહ બનેલા રહે. તમને આજે સામેથી સારી તક મળશે, જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવી જાય. મસ્ત મૌલા ની જેમ ફરવાની ઈચ્છા થાય. જો થોડું સજાગ બનીને કાર્ય કરશો તો તમારી મેહનત રંગ લાવશે.
મિથુન :- લાંબા સમયથી ચાલતો પ્રોજેક્ટ આગળ વધે. વ્યવસાયિક ઉન્નતિ થાય પણ અંગત જીવનમાં ખટરાગ રહે. તમે ઘર પરિવારને સમય આપી ના શકો. તમારા સાથી કર્મચારી જોડે ઊગ્ર ચર્ચા થઈ શકે છે. પણ સંજોગો તમારી સાથે રહેશે.
કર્ક :- કામ ધાર્યા પ્રમાણે ના થાય. જોકે સાંજ પછી રાહત થાય. તમને તમારી સમસ્યાનો ઉકેલ મળે. મન પર જે ભાર લાગતો હતો, એ ઓછો થાય. આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય લેવા નહી. બે વાર શાંતિથી વિચારવું.
સિંહ :- કોઈક અણધાર્યો બનાવ બની શકે છે. બરાબર રસ્તે ચાલી રહેલા કામમાં રૂકાવટ આવે. આ ચૂનોતીને પહોંચી વળવા માટે તમે તમારી શક્તિ નો મહત્તમ ઉપયોગ કરશો. તમને એવું લાગે કે તમારા સાથીદારને તમારા કરતાં વધારે લાભ મળી રહ્યો છે.
કન્યા :- આજે તમે તમારી સમસ્યાને લઈને કોઈ અંગત વ્યકિત જોડે ખુલીને ચર્ચા કરશો. તમે નાની નાની વાતોને ભૂલીને આગળ વધશો. તમારું હકારત્મક વલણ વ્યાપાર ધંધામાં સફળતા અપાવે. મહત્વનો નિણર્ય લેવા માટે આજનો યોગ્ય દિવસ છે.
તુલા :- આજે દિવસની શરૂઆત સારી રીતે થાય. દિવસના અંતે કોઈક તમારી આલોચના કરી શકે છે. જેનાથી તમારું મન થોડું ખાટુ થઈ જાય. છતાં પણ તમારી સેવાભાવના બરકરાર રહે. તમે પ્રતિસ્પર્ધીને પણ મદદ કરશો.
વૃશ્ચિક :- તમારી આરોગ્ય પ્રત્યેની સજાગતા વધશે, અને એ માટે કોઈ સારો ઉપાય પણ મળે. આજે તમારા પ્રિયપાત્ર તરફથી પ્રેમ અને સન્માન મળે. આજે તમારું વર્તન પણ પ્રેમાળ બને. બાળકોને લઈને રાત્રે બહાર ફરવા જઈ શકો છો.
ધનુ :- જીવનસાથી જોડે થોડો લગાવ ઓછો થયો હોય એવું લાગે. તમે ખુલીને વાત કરતા અચકાશો. તમને એવું લાગે કે તમારું મહત્વ ઓછું થઈ રહ્યું છે. તમારી આશાવાદી સ્વભાવ છોડવો નહી. તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નતી થાય.
મકર :- તમે આજે સારા તર્ક વિતર્કો લગાવી શકો છો. ભૂતકાળના અનુભવને ધ્યાનમાં લઈને અગત્યના નિર્ણયો લેવા. આજે બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ કરી શકો છો. તમારી વાણી તમારું કાર્ય સુધારી શકે છે. આત્મ વિશ્વાસ વધે.
કુંભ :- આજે કુટુંબીઓ સાથે મળીને નાની પાર્ટી કરી શકો છો. તમારા સંબંધોમાં નિખાર આવે. નવા સંબંધો બને. તમારા કામ કરવાની રીતમાં બદલાવ આવે, જે તમને સરળતાથી તમારા મુકામ પર પહોંચાડે. એકંદરે લાભકારી દિવસ રહે.
મીન :- તમારી શંકાનું સમાધાન થાય સાંજ પછી ઉદાસીનતા જતી રહે. તમારા મિત્રો તમને ખુશીના સમાચાર આપી શકે છે. તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ બની શકો છો. હોંશિયારી પૂર્વક કરેલી વાતચીત તમારા કાર્યક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે.