લાઈફસ્ટાઈલ

ઠંડીમાં હીટરનો ઉપયોગ કરતા હોવ તો આટલું ખાસ વાંચો

Text To Speech

શિયાળામાં રૂમ હીટર અને બ્લોઅરનો ઉપયોગ સામાન્ય બાબત છે. જો કે તેના ઉપયોગમાં થોડી બેદરકારી તમારુ સ્વાસ્થ્ય બગાડી શકે છે. હાલ શિયાળાની ઋુતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાં પહેરીને પોતાને ઠંડીથી બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે બ્લોઅર અને હીટરનો ઉપયોગ કરતા હોય છે. કડકડતી ઠંડીમાં હીટર કે બ્લોઅરની સામે આવતા જ તમને રાહત મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય અને ત્વચા માટે કેટલા નુકસાનકારક સાબિત થઈ શકે છે? જો તમે હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ કરવા માંગતા હો, તો પહેલા તમારા પરિવારની સલામતી માટે હીટરનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો.

હીટરનો ઉપયોગ-humdekhengenews

આટલું ખાસ ધ્યાન રાખો

  • હીટરની પાસે કાગળ, ધાબળો અથવા લાકડા જેવી અન્ય કોઈ પણ જ્વલનશીલ વસ્તુ ન રાખો.
  • હીટરને એવી જગ્યાએ ન રાખો કે જ્યા અવર જવર વધુ હોય.
  • હીટરને હંમેશા નાના બાળકોની પહોંચથી દૂર રાખો
  • હીટરને થોડી થોડી વારે બંધ કરતા રહો અને રૂમ પણ ખોલો.
  • જો તમે હીટર પાસે બેઠા નથી, તો તેને બંધ કરો.
  • હીટર ચાલુ કર્યા પછી રૂમની બહાર ન નીકળો, નહીં તો કાર્બન મોનોક્સાઇડ તમને ઘણું નુકસાન કરી શકે છે.
  • પથારીમાં જતી વખતે પણ હીટર ચાલુ રાખીને સૂશો નહીં, શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ શકે છે.
  • જે લોકોને હૃદય, શ્વાસ કે ઉધરસ જેવી સમસ્યા હોય તેમણે એર બ્લોઅરનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • બ્લોઅરનો ઉપયોગ કરો ત્યારે રૂમની અંદર પણ નવશેકું પાણી રાખવું વધુ સારું રહેશે.
  • હીટર કે બ્લોઅર પાસે બેસો ત્યારે હૂંફાળું પાણી પીતા રહો, તને ચા, કોફી કે સૂપ પણ પી શકો છો
  • ત્વચાને શુષ્ક થતી બચાવવા માટે ત્વચા પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરતા રહો.
  • હીટરનો ઉપયોગ-humdekhengenews

હીટરની પાસે બેસવાથી થઈ શકે છે આ નુકશાન

હીટર ત્વચા માટે સારું નથી. લાંબા સમય સુધી હીટરની સામે બેસી રહેવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેનાથી ખંજવાળ પણ આવી શકે છે. આ સિવાય હીટરને કારણે આંખો પણ સૂકી થઈ જાય છે અને તેમાં બળતરા પણ થઈ શકે છે. તેમજ હીટરના કારણે ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર પણ કરી શકે છે.

આ પણ વાંચો : સાવધાન! ઠંડીમાં ગરમ પાણીનો વધુ પડતો પ્રયોગ કરતા પહેલા આ વાંચો

Back to top button