એસટી બસમાં મુસાફરી કરતા હોય તો આ ખાસ વાંચો, આ તારીખે સેવાઓ રહેશે બંધ
હાલ શિવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. જેના કારણે બસોમાં મુસાફરોનો ઘસારો વધ્યો છે. ત્યારે મુસાફરી કરવા માટે એડવાન્સ ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગામી 21મી ફેબ્રુઆરીએ રાત્રે 11:00થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે. જેના કારણે મુસાફરોને તકલીફ પડી શકે છે.
આ તારિખે એડવાન્સ ટિકિટ બુક કામગીરી રહેશે બંધ
એડવાન્સ ટિકિટ બુક કરવવા માટે મુસાફરોને આ દિવસોમાં તકલીફ પડી શકે છે. જાણકારી મુજબ આગામી 21મી ફેબ્રુઆરીએ રાત્રે 11:00થી 22 ફેબ્રુઆરી સવારે 7 કલાક સુધી ઓનલાઇન બુકિંગની સુવિધા બંધ રહેશે. જેથી મુસાફરો આ સમય દરમિયાન એડવાન્સ ટિકિટ બુક નહી કરાવી શકે. 21મી ફેબ્રુઆરીએ ઓનલાઈન ટિકિટ બુકિંગ 7 કલાક સુધીના સમયગાળા માટે બંધ રહેશે.
આ કારણે સર્વિસ રહેશે બંધ
એસટી બસમાં મુસાફરી કરવા માટે એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવનાર પ્રવાસીઓને આગામી 21 ફેબ્રુઆરીએ એડવાન્સ ટિકિટ બુક નહી કરાવી શકે. એસ ટી વિભાગની વેબસાઈટ, મોબાઇલ એપ્લિકેશન, ફ્રેન્ચાઇઝી અને સ્ટેશન પરના કાઉન્ટર પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા બંધ રહેશે. ઓનલાઈન ટિકિટ બુકિંગ કામગીરી વેબસાઈટ એપ્લિકેશનના મેન્ટેનન્સ કામના લીધે બંધ રાખવામાં આવનાર છે. જેની મુસાફરોએ ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીની દીકરીના લગ્નના રિસેપ્શનમાં શાહરૂખ ખાન, મૌની રોય સહિત આ સ્ટારે આપી હાજરી