અમદાવાદગુજરાતવાયબ્રન્ટ ગુજરાત સમિટ

અમદાવાદથી ગાંધીનગર જતાં પહેલા આ ખાસ વાંચો, વાઇબ્રન્ટ સમિટના કારણે આ રસ્તાઓ બંધ રહેશે

અમદાવાદ, 8 જાન્યુઆરી 2024, આવતીકાલથી ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત થવાની છે. વડાપ્રધાન મોદી આજે રાત્રે અમદાવાદ આવશે અને સીધા જ રાજભવન રવાના થશે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આગામી પાંચ દિવસ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. શહેરમાં VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી પ્રમાણે ઈન્દિરાબ્રિજથી ડફનાળા અને સુભાષબ્રિજ રૂટ પર ટ્રાફિકની શક્યતાઓ હોવાથી આ રૂટ સિવાયના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદથી ગાંધીનગર જતા લોકો માટે વિસત અને નાના ચિલોડાનો વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એરપોર્ટ જતા લોકોને પણ એરપોર્ટ ઓથોરિટીએ વહેલા પહોંચવા માટે સૂચન કર્યું છે.

અમદાવાદીઓ માટે જાહેર કરવામાં આવ્યો વૈકલ્પિક રૂટ
અમદાવાદ ટ્રાફિક પોલીસની એડવાઈઝરી પ્રમાણે પૂર્વ અમદાવાદથી એરપોર્ટ જતા પ્રવાસીઓએ મેમકો, નરોડા અને નોબેલ ટી જંક્શનનો ઉપયોગ કરવા સૂચન કરવામાં આવ્યું છે. પશ્ચિમ અમદાવાદથી એરપોર્ટ આવતા લોકોએ રિંગ રોડ તેમજ ચિલોડા સર્કલથી એરપોર્ટ નોબલ નગર ટી તેમજ ભદ્રેશ્વર પહોંચી શકાશે. ઈમરજન્સીમાં પોલીસનો સંપર્ક કરીને મદદ લેવા એડવાઈઝરી જાહેર કરી છે. પૂર્વ વિસ્તારમાંથી એરપોર્ટ જતા લોકો માટે નરોડાનો વૈકલ્પિક રૂટ જ્યારે પશ્ચિમથી એરપોર્ટ જતા લોકો માટે ચિલોડાનો રૂટ અપાયો છે.

જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
એડવાઈઝરીમાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ VGGS 2024માં ટોપ 25 ગ્લોબલ બિઝનેસ લિડર્સ આવશે, 200 કંપનીના CEOએ કન્ફર્મેશન આપ્યુ

Back to top button