ગુજરાતટોપ ન્યૂઝ

ટ્રેનમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

  • 4 નવેમ્બરની જેસલમેર-બાંદ્રા ટર્મિ.ને રિશેડયૂલ કરાતા જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે
  • 26 ઓક્ટો.થી 7 નવેમ્બર દરમિયાન 15 ટ્રેનો રદ, 24 ટ્રેનો શોર્ટ
  • સેક્શનમાં બ્લોકને પગલે 27 સુધી મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પે.ને રદ કરાઈ

ટ્રેનમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા હોય તો આ સમાચાર ખાસ વાંચો. જેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે 26મી ઓક્ટો.થી 7 નવે. દરમિયાન 15 ટ્રેન રદ, 24 શોર્ટ કરવામાં આવી છે. મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીથી ટ્રેન વ્યવહાર પર અસર થશે. તેમજ 4 નવેમ્બરે જેસલમેર-બાંદ્રા ટર્મિ.ને રી-શિડયૂલ કરાઈ છે. તથા જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે. મહેસાણા-પાલનપુર સેક્શનમાં બ્લોકને પગલે કેટલીક ટ્રેનો પર અસર થશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટો માટે પ્રેમ રાખનારા AMCના અધિકારીઓ ભરાશે 

છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પગલે એક મેગા બ્લોક લેવાનો નિર્ણય

રેલવેના મુંબઈના ખાર અને ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પગલે એક મેગા બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે. 26 ઓક્ટો.થી 7 નવેમ્બર દરમિયાન 15 ટ્રેનો રદ, 24 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ અને 1 ટ્રેનને રિશેડયૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. 4 નવેમ્બરની જેસલમેર-બાંદ્રા ટર્મિ.ને રિશેડયૂલ કરાતા જેસલમેરથી 6 કલાક મોડી ઉપડશે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCની ઈવેન્ટમાં ડેકોરેશનના કામમાં મોનોપોલી ધરાવતા ગાંધી કોર્પોરેશનના ઈજારાનો અંત 

રેલવે દ્વારા રદ કરાયેલી 15 ટ્રેનોની જુઓ માહિતી

રેલવે દ્વારા રદ કરાયેલી 15 ટ્રેનોમાં 3 નવેમ્બરની ટ્રેન બાન્દ્રા ટર્મિ.-બીકાનેર, બાન્દ્રા ટર્મિ.-બાડમેર, બાન્દ્રા ટર્મિ.-ભુજ, બાંદ્રા ટર્મિ.-ભગત કી કોઠી અને બાંદ્રા ટર્મિ.-મહુવા જ્યારે 4 નવેમ્બરે બાંદ્રા ટર્મિ.-જામનગર, ભુજ-બાંદ્રા ટર્મિ.,દિલ્હી સ. રોહિ.-બાંદ્રા ટર્મિ., મહુવા-બાંદ્રા ટર્મિ., ભુજ-બાંદ્રા ટર્મિ., ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિ., બાડમેર-બાંદ્રા ટર્મિ. અને 5 નવે.એ બાંદ્રા ટર્મિ.-દિલ્હી સરાય રોહિલા, બાંદ્રા ટર્મિ.-ભુજ અને જામનગર-બાંદ્રા ટર્મિ.ને રદ કરાઈ છે. આ સાથે 25 ઓક્ટો.થી 7 નવે. વચ્ચે વિવિધ ટ્રેનોને બોરિવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી અને વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. આ સાથે 28 અને 29 ઓક્ટો.ની 12901/02 દાદર-અમદાવાદને વલસાડથી ઓપરેટ કરવાનો નિર્ણય લેવાતાં દાદર-વલસાડ વચ્ચે આંશિક રદ કરાઈ છે. આ વચ્ચે 4 નવે.ની જેસલમેર-બાન્દ્રા ટર્મિ.ને રિશેડયૂલ કરાતાં જેસલમેરથી આ ટ્રેન સમયથી 6 કલાક મોડી ઉપડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCની ટીમ પર હિચકારા હુમલામાં બે આરોપીઓની ધરપકડ 

સેક્શનમાં બ્લોકને પગલે 27 તારીખ સુધી મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પે.ને રદ કરાઈ

મહેસાણા-પાલનપુર સેક્શનમાં બ્લોકને 27 તારીખ સુધી મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પે.ને રદ કરાઈ છે. આ સાથે 26 ઓક્ટો.ની સાબરમતી-જોધપુર એક્સ.ને પરિવર્તિત માર્ગથી દોડાવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે 26 ઓક્ટો.ની જોધપુર-સાબરમતી એક્સ.ને આબુ રોડ શોર્ટ ટર્મિનેટ કરાઈ છે અને 27 ઓક્ટો.એ સાબરમતી-જોધપુર એક્સ. સાબરમતી અને આબુ રોડ વચ્ચે રદ રહેશે.

Back to top button