ગુજરાત

ગુજરાતીઓ વરસાદની મજા માણવા માઉન્ટઆબુ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

Text To Speech
  • માઉન્ટઆબુની ગિરિમાળામાં વરસાદને કારણે ઝરણા વહેતા થયા
  • મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા માઉન્ટ આબુમાં ભારે ભીડ
    વરસાદ માણવા આવેલા સહેલાણીઓથી માઉન્ટઆબુ હાઉસફુલ

ગુજરાતીઓ વરસાદની મજા માણવા માઉન્ટઆબુ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચો. જેમાં માઉન્ટઆબુ હાઉસફુલ થયુ છે. તેમજ વરસાદ માણવા આવેલા સહેલાણીઓનો ધસારો વધ્યો છે. તથા પાલનપુરમાં આબુ હાઈવે પર હાલાકી પડી રહી છે. તેમજ હાઈવેના અધિકારી સામે ફરિયાદ વધી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં તથ્ય પટેલે કરેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી ભયંકર ઘટના બની

પાણી ભરાવાના કારણે વાહનો પલટી જતા અકસ્માત સર્જાય

પાણી ભરાવાના કારણે વાહનો પલટી જતા અકસ્માત સર્જાય છે. તથા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા માઉન્ટ આબુમાં ભારે ભીડ જોવા મળી છે. રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટઆબુમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પર્વતની વચ્ચેથી પસાર થતા વાદળોને કારણે અદ્દભુત નજારો જામ્યો હતો. ત્યારે રજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા માઉન્ટ આબુમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 161 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો પડ્યો વરસાદ

માઉન્ટઆબુની ગિરિમાળામાં વરસાદને કારણે ઝરણા વહેતા થયા

માઉન્ટઆબુની ગિરિમાળામાં વરસાદને કારણે ઝરણા વહેતા થયા છે, અને વનરાજી ખીલી ઉઠી છે. ત્યારે માઉન્ટઆબુના ગુરૂશિખર પરથી માઉન્ટઆબુની ખીણ વિસ્તારમાં વિહરતા વાદળોને કારણે સહેલાણીઓએ જાણે ગગનમાં વિહાર કરતાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે. તો વળી નકી લેકમાં પણ નવા નીર આવતા નકી લેકમાંથી પાણી ઓવરફ્લો થઈને વહી રહ્યુ છે. આમ માઉન્ટઆબુમાં હાલમાં વરસાદી માહોલ વચ્ચે સહેલાણીઓ ચોમાસાની ઋતુનો આનંદ માણવા ઉમટી પડતાં હાઉસફુલ થઈ જતાં જાણે મીની કાશ્મીરનો અહેસાસ કરી રહ્યા છે. પાલનપુર થી આબુ જવાના નેશનલ હાઈવે પર રસ્તામાં રોડ તુટી જવાના અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં બેદરકારીના કારણે પાલનપુર ગાયત્રીમંદિરની સામેથી પસાર થતા સર્વિસ રોડ પર ખાડા પડી જવાથી અને તેમાં પાણી ભરાવાના કારણે વાહનો પલટી જતા અકસ્માત સર્જાય છે.

Back to top button