ગુજરાત

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન-આધાર કાર્ડ લિંક કરતા પહેલા આ સમાચાર ખાસ વાંચો

Text To Speech
  • પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થઇ શકાતા નહિ હોવાથી કરદાતાઓ હેરાન
  • ડિડક્ટરને રિવાઇઝ રિર્ટન ફાઇલ કરવાની છૂટ આપવા GCCIની રજૂઆત
  • કરદાતાઓને સીઆઇટી અપિલનુ સ્ટેટસ ખબર પડતુ નથી

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાન-આધાર કાર્ડ લિંક કરતા પહેલા આ સમાચાર ખાસ વાંચો. જેમાં આઈટી વિભાગના પોર્ટલ પર પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક ન થતા પરેશાની થઇ છે. ડિડક્ટરને રિવાઇઝ રિર્ટન ફાઇલ કરવાની છૂટ આપવા GCCIની રજૂઆત છે. તેમજ આધાર કાર્ડ લિંક નથી એવી રેડ ફ્લેગ આવી જાય તો કરેક્ટીવ મેસેજ થઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડી બાબતે રાહત, મોટાભાગના શહેરોમાં તાપમાન 1 ડિગ્રી ઊંચકાયું

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થઇ શકાતા નહિ હોવાથી કરદાતાઓ હેરાન

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક થઇ શકાતા નહિ હોવાથી કરદાતાઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. કેટલીક વાર એવુ બને છે કે, કપાત કરનારે ટીડીએસ કાપીને ભરાવી દીધો હોય અને ડિડકટર દ્રારા પછીના મહિનાઓમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવામા આવે તો આવી પરિસ્થિતિમાં ડિડકટરને ડિફોલ્ટ નોટિસ આપીને ડિમાન્ડ ઉભી કરવામા આવે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેને સીબીડીટીને પત્ર લખીને રજૂઆત કરી છે ટીડીએસ રિર્ટિન ફાઇલ કરતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી એવી રેડ ફ્લેગ આવી જાય તો કરેક્ટીવ મેસેજ થઇ શકે. ડિડકેટરને રિવાઇઝ રિટર્ન ભરવાની છુટ આપવામા આવે તો 20 ટકા ઊંચા રેટ પરથી ભરવાની જવાબદારી ન આવે.

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

કરદાતાઓને સીઆઇટી અપિલનુ સ્ટેટસ ખબર પડતુ નથી

ટેકસ કમિટિએ જણાવ્યુ કે, લેખિતમાં સબમીશન થઇ ગયા પછા પણ કરદાતાઓને સીઆઇટી અપિલનુ સ્ટેટસ ખબર પડતુ નથી. ઘણીવાર બે ત્રણ વર્ષ સુધી ચુકાદા આવતા નથી. અધિકારીઓ માટે એક અપીલ ડિસ્પોઝ કરવા માટેની મુદત નક્કી કરવી જોઇએ અને સમય મર્યાદામાં ચુકાદા ના આવે તો તેમની જવાબદારી ગણવી જોઇએ. ઓનલાઇન ટ્રેડિંગ સિસ્ટમ ઓનલાઇન ટ્રેકીગ સિસ્ટમ બનાવવામા આવે જેથી અપીલનું હાલમાં સ્ટેટસ કરતા ખબર પડી શકે.

Back to top button