અમદાવાદનો આ બ્રિજ 15 દિવસ રહેશે બંધ !
અમદાવાદનો ઈદગાહ બ્રિજ લોકો માટે બંધ કરાયો છે. જાણકારી મુજબ ઈદગાહ બ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે. લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈદગાહ બ્રિજ કરાયો બંધ
અમદાવાદના કાલુપુર પાસે આવેલો ઈદગાહ બ્રિજ બંધ કરવામા આવ્યો છે. લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ 15 દિવસ સુધી બંધ રહેશે. જેથી લોકો અહીથી અવર જવર નહગી કરી શકે, ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવું પડશે.
આ કારણે બ્રિજ કરાયો બંધ
જાણકારી મુજબ બ્રિજ વચ્ચે રેલવે પોર્શનમાં કોન્ક્રિટની રેલિંગનો વજન વધી ગયો છે. જેના કારણે કોન્ક્રિટ નીચેથી પસાર થતી ટ્રેન ઉપર પડવાનો ભય રહેલો છે. આ કારણે પશ્ચિમ રેલવેના બ્રિજ વિભાગના એન્જિનિયર દ્વારા સર્વે કરાયા બાદ કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે થઈ અને આ રેલિંગ કાઢવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ કામગીરી આગામી 15 દિવસ સુધી ચાલવાની હોવાથી 15 જૂન, 2023 સુધી આ બ્રિજ બંધ રહેશે.
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામા આવ્યું
મહત્વનું છે કે અમદાવાદના ઇદગાહ બ્રિજ પર રોજ લાખો વાહનોની અવર જવર થતી હોય છે.અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આ બ્રિજને 31 મેથી 15 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ‘મહાભારત’ સિરિયલમાં શકુની મામાનું પાત્ર ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલની હાલત નાજુક