ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં આજથી બમણી નવી જંત્રીના દર લાગુ કરવામાં આવ્યા છે. જંત્રીના નવા દર લાગુ થતાં હવે કેટલાય લોકો ગોથે ચડયા છે. અગાઉ સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે જૂની તારીખમાં ખરીદેલા સ્ટેમ્પ પર દસ્તવેજ કરવામાં આવશે તો તેમાં જૂની જંત્રી પ્રમાણેના ભાવ લાગુ પડશે. ત્યારે આ મામલે હજુ કેટલાક લોકો ગોથે ચડયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : જંત્રી દરને લઈ સૌથી મોટા સમાચાર, જાણો- સરકારે કરી શું મોટી જાહેરાત ?
મળતી માહિતી મુજબ કેટલાક લોકો જ્યારે આજે જૂના સ્ટેમ્પ લઈને દસ્તાવેજ કરાવવા પહોંચ્યા હતા ત્યારે તેમાં તારીખ મામલે ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું. જંત્રીના એક્સપર્ટ સાથે વાત કર્યા મુજબ જૂની તારીખમાં ખરીદેલા સ્ટેમ્પ પ્રમાણે દસ્તાવેજ કરાવવા જાઓ ત્યારે દસ્તાવેજના પેપર્સ પર તારીખ પણ જૂની હોવી જરૂરી છે જો તેમ કરેલું નહિ હોય તો દસ્તાવેજમાં નવા જંત્રીના દર લાગુ થશે.
આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહની અનોખી પહેલ, CAPFની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે
સરળ ભાષામાં સમજવું હોય તો એવું કહી શકાય કે જૂની તારીખના સ્ટેમ્પમાં દસ્તાવેજના પેપર્સ પર તારીખ પણ જૂની હોવી જરૂરી છે તો જ જૂની જંત્રીના ભાવ લાગુ થશે જો તેમ કરેલ નહિ હોય તો સ્ટેમ્પ ભલે જૂની તારીખનો હશે પણ ભાવ નવી જંત્રી પ્રમાણે લાગુ કરવામાં આવશે.