ધુળેટી રમતા પહેલા વાંચી લો આ ટિપ્સઃ સ્કીન, હેર, નેઇલ્સ બધુ રહેશે મસ્ત
દરેક વ્યક્તિના મનમાં ધુળેટીના તહેવારને લઇને અનોખો ઉત્સાહ હોય છે, પરંતુ થોડું ટેન્શન પણ હોય છે, રંગેથી રમ્યા બાદ સ્કીનને નુકશાન થવાનું. આ તહેવાર ઉજવતી વખતે લોકો નાની મોટી ભુલો કરી બેસે છે અને પછી સ્કીન સ્પેશિયાલિસ્ટ કે આઇ સ્પેશિયાલિસ્ટ પાસે જવાનો વખત આવી જાય છે. કોઇકના વાળ ખરાબ થઇ જાય છે, તો કોઇકના નખ ખરાબ થાય છે. જો તમે પણ આવી કોઇ ભુલો કરતા હો તો ચેતી જજો. હોળી-ધુળેટી રમવા જતા પહેલા એક વાર આ ટિપ્સ વાંચી લેજો.
મોઇશ્વરાઇઝર ન ભુલતા
હોળી રમતા પહેલા હંમેશા લોકો એક ભુલ કરી બેસે છે અને પછી કલર કાઢવા મુશ્કેલ થઇ જાય છે. હોળી રમવા જતા પહેલા સ્કીન પર કોઇ ઓઇલ કે બેસ્ટ મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરો. તેના બદલે તમે સરસવનું તેલ કે નારિયેલ તેલ પણ શરીર પર સારી રીતે લગાવી શકો છો. તેનાથી શરીર પર હળવો મસાજ કરો, જેથી તેલ શરીરમાં અંદર ચાલ્યુ જાય. તેનાથી સ્કિન હાઇડ્રેટ થાય છે અને રંગોના નુકશાનથી બચી શકાય છે.
સનસ્ક્રીન ન ભુલતા
હોળી સેલિબ્રેશનનુ આયોજન ઘર બહાર ખુલ્લી જગ્યામાં હોય છે. આવા સંજોગોમાં સ્કિનને ખતરાથી બચાવવા માટે તેને પ્રોટેક્ટ કરવી જરૂરી છે. તેને મોઇશ્વરાઇઝર લગાવતા પહેલા લગાવો. તમારા શરીરની એ તમામ જગ્યા જે ખુલ્લી હોય ત્યાં સનસ્ક્રીન અવશ્ય લગાવો.
નેઇલ્સને ઇગ્નોર ન કરશો
હોળી રમતા પહેલા સ્કિન અને વાળને તૈયાર કરવા પણ ખુબ જરૂરી છે. હોળી રમતા પહેલા નખને કાપી લો અને તેમાં પેટ્રોલિયમ જેલી લગાવો.
હોઠ પણ સાચવજો
હોળી રમ્યા બાદ ઘણા લોકોના હોઠ પર લાલ રંગ રહી જાય છે. આવું સુકાયેલા ફાટેલા હોઠના કારણે થાય છે. આવા સંજોગોમાં ચહેરાને હાઇડ્રેટ કરવાની સાથે તમારા હોઠને તૈયાર કરો. સ્કિનની જેમ હોઠ પણ સેન્સિટીવ હોય છે. તેથી તેને એક્સફોલિએટ કરો અને ત્રણથી ચાર કોટ લિપ બામ લગાવો.
વાળને ખુલ્લા રાખવા
હોળી રમતી વખતે વાળને ખુલ્લા રાખવાની ભુલ ન કરતા. આમ કરવાથી વાળ ખુબ જ ખરાબ થઇ જાય છે. વાળમાં ઓઇલ ચંપી કરી દો અને પછી ચોટી બાંધી લો. તમે માથામાં સ્કાર્ફ પણ પહેરી શકો છો.
વાળમાં લગાવી શકો છો આ તેલ
તમે વાળમાં એરંડિયા કે જૈતુનનુ તેલ લગાવી શકો છો. તેલ વાળ ઉપર એક સુરક્ષાત્મક પડ બનાવી દે છે. વાળ ધુઓ ત્યારે રંગ સરળતાથી ઉતરી જાય છે. તમે બદામનું તેલ પણ લગાવી શકો છો. હોળી રમીને ઘરે આવ્યા બાદ વાળમાં દહીં લગાવો. તમે વાળમાં નારિયેળનું દુધ પણ લગાવી શકો છો.
આ પણ વાંચોઃ સાવધાન : દેશભરમાં ‘H3N2’ ફ્લૂનો હાહાકાર, હળવાશથી ન લેતા, કોરોનાની જેમ જ…