ટોપ ન્યૂઝબિઝનેસ

વાંચો બિયરથી બિગ બુલ બનવા સુધીની ઝૂનઝૂનવાલાની સફર, હર્ષદ મહેતાના સમયથી ધાક જમાવી દીધી હતી

Text To Speech

શેરબજારના દિગ્ગજ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. રાકેશ ઝૂનઝૂનવાલાને સ્ટોક માર્કેટની દુનિયામાં બિગ બુલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેમણે ટ્રેડિંગ શરૂ કર્યું ત્યારે તે બિયર તરીકે સટ્ટો રમતા હતા. આ એ સમય હતો જ્યારે હર્ષદ મહેતાને બિગ બુલ કહેવામાં આવતા હતા.

પરિવાર તરફથી સમજણ મળીઃ બાળપણમાં રાકેશ ઝૂનઝૂનવાલાએ એક બિઝનેસમેન તરીકેની સમજ તેમના પરિવાર પાસેથી મળવાની શરૂ થઈ ગઈ હતી. ઝૂનઝૂનવાલાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના પિતા કહેતા હતા કે સમાચાર શેરબજારને કેવી અસર કરે છે. ઝૂનઝૂનવાલાએ 1985માં શેરબજારમાં પ્રથમ દાવ લગાવ્યો હતો આ તે સમય હતો જ્યારે તે સિડનહામ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કર્યો અને શેરબજારમાં રોકાણ કરવામાં અને તેની બારીક સમજણ મેળવવા માટે જોડાયા હતા. રાકેશ ઝૂનઝૂનવાલાએ માત્ર 5,000 રૂપિયાની નાની મૂડીથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. ઝૂનઝૂનવાલાને શરૂઆતના દિવસોમાં ભારે નુકસાન થયું હતું. જો કે, શેરબજારમાં પ્રથમ જીત ટાટા ટીથી મળી હતી. આ કંપનીમાં તેમના પૈસા ત્રણ ગણા વધી ગયા હતા. હકીકતમાં ઝૂનઝૂનવાલાએ 43 રૂપિયાની કિંમતે ટાટા ટીના 5,000 શેર ખરીદ્યા હતા. 1986માં તેમણે આ સ્ટોકમાંથી 5 લાખનો નફો કર્યો હતો.

શોટ સેલનાએક્સપર્ટ પ્લેયરઃ ઝૂનઝૂનવાલા શોર્ટ સેલના એક્સપર્ટ ગણાય છે. એક ઈન્ટરવ્યુમાં ઝૂનઝૂનવાલાએ પોતે કહ્યું હતું કે, તેમણે શેર વેચીને ખૂબ પૈસા કમાયા છે. હકીકતમાં હર્ષદ મહેતા કૌભાંડ સામે આવ્યા બાદ 1992માં શેરબજાર તૂટ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઝૂનઝૂનવાલાએ ઘણું શોર્ટ સેલિંગ કર્યું હતું.

ટાઇટન સાથેનો પ્રેમઃ શેરબજારમાં ઝૂનઝૂનવાલાને સૌથી વધુ પસંદ કરાયેલો સ્ટોક ઘડિયાળ અને જ્વેલરી બનાવતી કંપની ટાઇટન રહ્યો છે. તે ટાટા ગ્રુપનો એક ભાગ છે. તેણે આ કંપનીમાં રોકાણ કરીને ઘણી કમાણી કરી. રાકેશ ઝૂનઝૂનવાલાએ 31 માર્ચ, 2021ના ​​રોજ પૂરા થયેલા ક્વાર્ટરના અંતે ટાઇટન કંપની, ટાટા મોટર્સ, ક્રિસિલ, લ્યુપિન, ફોર્ટિસ હેલ્થકેર, નઝર ટેક્નોલોજી, ફેડરલ બેન્ક, ડેલ્ટા કોર્પ, ડીબી રિયલ્ટી અને ટાટા કોમ્યુનિકેશન્સ સહિત 37 શેરો રાખ્યા હતા.

અકાસા કી અધુરી કહાનીઃ રાકેશ ઝૂનઝૂનવાલા માટે અકાસા એરલાઈન શરૂ કરવી એ એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમણે અનેક પ્રસંગોએ અકાસા એરની ફ્લાઇટ સેવાઓ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. 7 ઓગસ્ટે જ આકાસાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રથમ ફ્લાઈટે ઉડાન ભરી હતી. તેના બરાબર 7 દિવસ પછી એરલાઇનના સૌથી મોટા સ્ટેકહોલ્ડર એટલે કે રાકેશ ઝૂનઝૂનવાલાએ અંતિમ શ્વાસ લીધા છે.

Back to top button