મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ડ્રામાનો અંતિમ એપિસોડ આવતીકાલે ભજવાય શકે છે. એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું છે કે તેનો એજન્ડા CM સામે અવિશ્વાસ પ્રસ્તાવ છે. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. રાજ્યપાલે કહ્યું છે કે રાજ્યમાં રાજકીય સ્થિતિ બહુ સારી નથી. શિવસેનાના 39 ધારાસભ્યો પહેલાથી જ મહા વિકાસ અઘાડી ગઠબંધનથી અલગ થવાની વાત કરી ચૂક્યા છે. તે જ સમયે, 7 અપક્ષ ધારાસભ્યોએ પણ પત્ર લખીને ઉદ્ધવ સરકારને સમર્થન પાછું ખેંચવાની માંગ કરી છે.રાજ્યપાલે કહ્યું કે વિપક્ષના નેતાઓ પણ તેમને મળ્યા છે અને ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી છે.
બળવાખોર ધારાસભ્યો આજે ગુવાહાટીથી નીકળશે
બળવાખોર ધારાસભ્યોએ હોટલના કર્મચારીઓને તેમની બેગ પેક કરવા કહ્યું છે. માનવામાં આવે છે કે આ લોકો આજે ગુવાહાટીથી રવાના થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ફ્લોર ટેસ્ટ પહેલા તેમને મુંબઈ નજીકના સ્થળે શિફ્ટ કરવામાં આવી શકે છે.
માનવામાં આવે છે કે આ લોકો આજે ગુવાહાટીથી રવાના થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ફ્લોર ટેસ્ટ પહેલા તેમને મુંબઈ નજીકના સ્થળે શિફ્ટ કરવામાં આવી શકે છે.કામખ્યા દેવીના દર્શને બળવાખોર ધારાસભ્યો
એકનાથ શિંદે આજે ગુવાહાટીના પ્રસિદ્ધ કામાખ્યા મંદિર પહોંચ્યા હતા. બાકીના બળવાખોર ધારાસભ્યો પણ આજે દર્શન માટે જઈ શકે છે. આ પછી આ તમામ ધારાસભ્યો આજે મુંબઈ પરત ફરી શકે છે. શિંદે બુધવારે રેડિસન બ્લુ હોટેલથી કામાખ્યા મંદિરનાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે 3 થી 4 ધારાસભ્યો પણ હાજર હતા. મંદિરમાં, શિંદેએ આરતીમાં ભાગ લીધો અને પૂજા કરી હતી.
ફડણવીસ મોડી રાત્રે અવિશ્વાસ પ્રસ્તાવ સાથે રાજભવન પહોંચ્યા હતા
મહારાષ્ટ્રનો રાજકીય ગરમાવો આઠમા દિવસે રાજભવન સુધી પહોંચ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન અને ચંદ્રકાંત પાટીલ ઉદ્ધવ સરકાર સામે ફ્લોર ટેસ્ટની માંગ સાથે રાજભવન પહોંચ્યા હતા. જો રાજ્યપાલ ફ્લોર ટેસ્ટની નોટિસ આપે છે તો ઉદ્ધવ સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
ખરેખરમાં 26 જૂને સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે શિવસેના, ડેપ્યુટી સ્પીકર, મહારાષ્ટ્ર પોલીસ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. આ મામલે કોર્ટની આગામી સુનાવણી 11 જુલાઈના રોજ છે.
ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે, બહુમત સાબિત કરે
આ પહેલા મંગળવારનાં દિવસે દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અહીંથી તેઓ સાંજે મુંબઈ પહોંચ્યા હતા અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા ગયા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત પછી ફડણવીસે રાજભવનની બહાર કહ્યું- ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે, બહુમત સાબિત કરે.
રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા પછી ફડણવીસે રાજભવનની બહાર કહ્યું-ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે, બહુમતી સાબિત કરે.
કોંગ્રેસે કહ્યું-શિંદેની પાછળ રહેલી મહાશક્તિ સામે આવી
ફડણવીસ રાજભવન પહોંચ્યા તેના પછી કોંગ્રેસે પ્રહારો કર્યા. પાર્ટી નેતા સચિન સાવંતે કહ્યું-એકનાથ શિંદેની પાછળ રહેલી મહાશક્તિ સામે આવી ગઈ છે. વાસ્તવમાં, ગુવાહાટીની હોટેલમાં 24 જૂને શિંદેએ બંડખોર ધારાસભ્યોને કહ્યું હતું કે આપણી સાથે મહાશક્તિ છે, ઉદ્ધવ સરકાર તૂટી જશે.