હિંસા બાદ કડક સુરક્ષા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરી મતદાન, રાજ્યપાલ ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવા દિલ્હી પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીના દિવસે ઘણી હિંસા થઈ હતી. આજે ફરી 697 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ દિલ્હી પહોંચી ગયા છે જેઓ ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યપાલ હિંસાનો રિપોર્ટ અમિત શાહને સોંપી શકે છે.
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે આજે પુનઃ મતદાન યોજાશે. મતદાન મથકની બહાર લોકો મતદાન કરવા ઉમટી પડ્યા છે.
પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં જ્યાં ફરીથી મતદાનની જાહેરાત કરવામાં આવી હતી, તેમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ 175 બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં 46 અને 36 બૂથ પર અને અન્ય જગ્યાઓએ ફરીથી મતદાન યોજાશે. મહત્વનું છે કે કુલ 697 બૂથ પર મતદાન થવાનું છે.
ચૂંટણી દરમિયાન શું ઘટના બની હતી પશ્ચિમ બંગાળમાં ?
પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે શનિવારે (8 જુલાઈ) મતદાન યોજાયું હતું. આ દરમિયાન અનેક જિલ્લામાંથી હિંસક ઘટનાઓ સામે આવી હતી. આ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદથી રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા પર આ અંગે આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
મતદાન પૂરું થયા પછી, રાજ્ય ચૂંટણી કમિશનર (SEC) રાજીવ સિંહાએ શનિવારે સાંજે કહ્યું હતું કે સુપરવાઈઝર અને રિટર્નિંગ ઓફિસરો પાસેથી અહેવાલો પ્રાપ્ત કર્યા પછી, તેઓ વોટ સાથે ચેડાની ફરિયાદો પર ધ્યાન આપશે અને હિંસાગ્રસ્ત સ્થળોએ ફરીથી મતદાન કરવાનો નિર્ણય લેશે.
મતદાન દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) જાહેરાત કરી હતી કે ગ્રામીણ ચૂંટણીઓ માટે મતદાન રદ કરવામાં આવ્યું હોય તેવા તમામ બૂથ પર સોમવારે (10 જુલાઈ) ફરીથી મતદાન યોજાશે. વોટ ટેમ્પરિંગ અને હિંસાના અહેવાલોનો અભ્યાસ કરવા માટે SECએ રવિવારે સાંજે બેઠક યોજી હતી.
કુલ 604 બુથ પર થવાનું છે મતદાન
અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે જિલ્લાઓમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ 175 બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના 46 અને 36 બૂથ પર ફરીથી મતદાન યોજાશે. આજે કુલ 697 બુથ પર મતદાન થવાનું છે.
કેન્દ્રીય સુરક્ષા દળોની દેખરેખ હેઠળ મતદાન થશે
જણાવી દઈએ કે, શનિવારે 74 હજાર પંચાયતો માટે મતદાન થયું હતું. આ દરમિયાન ઘણી હિંસા થઈ હતી અને મતદાન મથકો પર મારામારી, બૂથ લૂંટફાટ અને આગચંપી જેવી ઘટનાઓ સામે આવી હતી. આ હિંસામાં ઘણા લોકોના મોત પણ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
હવે ઘણા બૂથ પર ચૂંટણી પંચે આજે પુન: મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા દળોની દેખરેખ હેઠળ મતદાન થશે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં 12ના મોત, અનેક ઇજાગ્રસ્ત