ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારે રસલર્સ સાથે વાતચીત કરવા ફરીથી મોકલ્યું આમંત્રણ; શું પહેલવાનોને મળશે ન્યાય?

  • કેન્દ્ર સરકાર રેસલર્સ સાથે વાત કરવા માટે તૈયારી દર્શાવી
  • અનુરાગ ઠાકૂરે ટ્વિટ કરીને કહ્યું કે- પહેલવાનોને બીજી વખત વાતચીત કરવા માટે બોલાવવામાં આવશે
  • મહિલા પહેલવાનોને અત્યાર સુધી માત્ર ન્યાય આપવાનો મળ્યો છે આશ્વાસન
  • રેસલર્સને એક વખત પહેલા પણ મળી ચૂક્યા છે કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકૂર, બેઠક રહી હતી નિષ્ફળ

Wrestlers Protest: કેન્દ્ર સરકાર રેસલર્સ સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગઈ છે. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુર તરફથી મોડી રાત્રે ટ્વિટ કરવામાં આવ્યું કે સરકાર પહેલવાનો સાથે તેમના મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયાર છે. મેં એક વખત ફરીથી પહેલવાનોને તે માટે આમંત્રણ આપ્યું છે. હાલમાં જ રેસલર્સે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતના આગલા દિવસે જ સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે નોકરી પરત જોઈન કરી લીધી હતી.

બીજેપી સાંસદ અને કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો આંદોલન કરી રહ્યાં છે. ખેલ મંત્રી તરફથી કહેવામાં આવ્યું છે કે, મેં પહેલવાનોને એક વખત ફરીથી વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. આનાથી પહેલા અમિત શાહ સાથે મુલાકાત પછી બજરંગ પૂનિયાએ કહ્યું હતુ કે ગૃહમંત્રી તરફથી આશ્વાસન મળ્યું છે કે આ મુદ્દાને ઝડપી ઉકેલી દેવામાં આવશે. જોકે, સાક્ષી મલિક પ્રત્યે સત્યવ્રત કાદિયાનનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું છે કે અમને ગૃહમંત્રી તરફથી એવી પ્રતિક્રિયા મળી નથી જેવી મળવાની આશા હતી.

આ પણ વાંચો- PM કિસાન સન્માન નિધિના 6000ને બદલે હવે ખેડૂતોને 10000 રૂપિયા મળશે

શું છે આખો મામલો?

જણાવી દઈએ કે બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ યૌન શૌષણના આરોપોને લઈને પહેલવાન 18 જાન્યુઆરીથી પ્રદર્શન કરી રહ્યાં છે. સૌથી પહેલા જાન્યુઆરીમાં પહેલવાનોને જંતર-મંતર પર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતુ.તેના બીજા જ દિવસે એટલે 19 જાન્યુઆરીએ ખેલ મંત્રી અનુરાગ ઠાકૂર સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે પહેલવાનોને આ મુદ્દા પર કાર્યવાહી કરવાને લઈને આશ્વાસન આપ્યું હતું. તે પછી 23 એપ્રિલથી 28 મે સુધી પહેલવાનોને જંતર-મંતર પર ધરણા આપ્યા હતા. 28 મેના દિવસે નવી સંસદના ઉદ્ધાટનના અવસરે સંસદ માર્ચ નિકાળી રહેલા પહેલવાનોને ધરણા સ્થળથી બળજબરીપૂર્વક હટાવી દેવામાં આવ્યા હતા. પહેલવાનોનું સ્પષ્ટ કહેવું છે કે કુશ્તી સંઘના અધ્યક્ષ કોઈ મહિલાને બનાવવામાં આવે. તે ઉપરાંત પહેલવાનોની માંગ છે કે બૃજભૂષણના પરિવારમાંથી કોઈપણ સભ્ય સંઘમાં સામેલ હોવો જોઈએ નહીં.

બૃઝભૂષણ વિરૂદ્ધ નોંધાયેલ છે 2 એફઆઈઆર

બૃજભૂષણ સિંહ વિરૂદ્ધ દિલ્હી પોલીસે બે એફઆઈઆર નોંધી છે. તેમાંથી એક POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવેલી છે. પ્રથમ એફઆઈઆર 6 મહિલા પહેલવાનો તરફથી નોંધાવવામાં આવી છે. તે આઈપીસીની કલમ 354,354એ અને 34 હેઠળ નોંધવામાં આવી છે. જ્યારે બીજી એફઆઈઆર સગીરા પહેલવાન તરફથી નોંધાવવામાં આવેલી છે.

ઉલ્લેખનિય છે કે, પહેલવાન રેસલર્સ પાછલા કેટલાક મહિનાઓથી બૃજભૂષણ વિરૂદ્ધ ગંભીર આરોપો સાથે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. જોકે, અત્યાર સુધી મહિલા રેસલર્સને આશ્વાસન ઉપરાંત ન્યાય મળતો દેખાયો નથી. તેવામાં એક વખત ફરીથી મુદ્દાને ઉકેલવાની કોશિશ કરવાના સંકેત મળી રહ્યાં છે. જોકે, આ મુદ્દાને માત્ર ઉકેલી દેવામાં આવશે કે મહિલા પહેલવાનોને ન્યાય આપવામાં આવશે તે આગામી દિવસ જ બતાવશે.

આ પણ વાંચો- અમિત શાહ સાથે વાત કરવા અને રેલવેમાં નોકરીમાં જોડાવા પર બજરંગ પુનિયાએ આપ્યો જવાબ

મહાવીર ફોગટે કહ્યું- સારૂ થયું સરકારી જાગી ગઈ

બીજેપી સાંસદ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહેલા પહેલવાનોને સરકારના આમંત્રણ પર કોચ અને પૂર્વ પહેલવાન મહાવીર ફોગાટે કહ્યું છે કે સારૂ છે કે સરકાર જાગી ગઈ.

મહાવીર ફોગાટે કહ્યું, આ ખુબ જ સારૂ છે. સરકાર આટલા દિવસો પછી જાગી ગઈ છે. અનુરાગ ઠાકૂરે પહેલવાનોને બોલ્યા છે. તેમને કહ્યું કે, હું કહેવા ઈચ્છું છું કે હવે કોઈ સમાધાન નિકળવું જોઈએ. મહાવીર ફોગાટ આંદોલનમાં સામેલ પહેલવાન વિનેશ ફોગાટના કાકા છે.

કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકૂરના આમંત્રણ પર પહેલવાન બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત તેમના ઘરે પહોંચ્યા છે. સાક્ષી મલિકના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે કે, પહેલવાન બધા સાથે વાતચીત કરીને આગળનો નિર્ણય લેશે.

Back to top button